કોરોનાથી ડરવાની નહી સતર્ક રહેવાની જરુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરવા આપી સૂચના

|

Dec 21, 2023 | 10:32 AM

રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે.જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે.બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વ પૂર્ણ સૂચનાઓ આપી છે.

કોરોનાથી ડરવાની નહી સતર્ક રહેવાની જરુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરવા આપી સૂચના
Corona

Follow us on

ભારતમાં નવા વેરિઅન્ટ JN.1ની એન્ટ્રીથી કેન્દ્ર સરકાર સતર્ક બની છે.જેના પગલે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક કરી છે. જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ અનેક મહત્વ પૂર્ણ સૂચનાઓ આપી છે.

સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે અત્યારે એકબીજા સાથે મળીને કામ કરવાનો આ સમય છે. તો આ સાથે જ તેમને જણાવ્યુ છે કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા તેમજ દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. તો દરેક હોસ્પિટલોમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરીએ.

આ સાથે મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું” કેન્દ્ર મંત્રાલય તરફથી પૂરે પૂરો સહકાર આપવાનો. તો “આપણી સજ્જતામાં કોઈ શિથિલતા ન હોવી જોઈએ” તેની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે “સ્વાસ્થ્ય એ કોઈ રાજકારણ માટેનું ક્ષેત્ર નથી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દરેક સહાય માટે ઉપલબ્ધ છે.”

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

વિદેશથી આવતા લોકોને તપાસવામાં આવશે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી છે. જેમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રી ,સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા. બેઠકમાં મહત્વનો મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી છે. તો વિદેશથી આવતા લોકોની કોવિડ હીસ્ટ્રી તેમજ કોરોના ટેસ્ટ બાદ પ્રવેશ આપવામાં આવે. આ તમામ બાબતની તૈયારીઓ પર બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.

WHOએ શું કહ્યુ ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ મંગળવારે JN-1 કોરોનાવાયરસના સ્ટ્રેનને ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યો છે. જો કે તેમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે વેરિઅન્ટ સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. WHOએ કહ્યું કે ઉપલબ્ધ પુરાવાના આધારે JN-1 થી પબ્લિક હેલ્થ રિસ્કને ઓછું માનવામાં આવે છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:28 pm, Wed, 20 December 23

Next Article