લાઉડસ્પીકર સાથે અઝાન વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હિન્દુ મહાસભાએ અઝાન પર પ્રતિબંધ લગાવવાની કરી માંગ

|

Apr 21, 2022 | 3:40 PM

લાઉડસ્પીકર સાથે અઝાનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં પત્ર અરજી દાખલ કરી હતી. જેમાં લાઉડ સ્પીકરથી અઝાન આપવાની બાબતે પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.

લાઉડસ્પીકર સાથે અઝાન વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હિન્દુ મહાસભાએ અઝાન પર પ્રતિબંધ લગાવવાની કરી માંગ
loudspeaker in mosque (File Photo)

Follow us on

લાઉડસ્પીકર સાથે અઝાનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં પત્ર અરજી દાખલ કરી હતી. જેમાં લાઉડ સ્પીકર પરથી અઝાન (Azaan Loudspeakr Row) આપવા અંગે પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. હિન્દુ મહાસભાની અરજીમાં માંગ કરવામાં આવી છે કે મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા અઝાન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદ અને ઇદગાહને ઇબાદતની જગ્યા માનવામાં આવી નથી. તેના વિશે કહેવામાં આવ્યું છે કે આ જાહેર સભાનું સ્થળ છે. અઝાનને લઈને આ દિવસોમાં દેશભરમાં વિવાદ છેડાયો છે.

હિંદુ મહાસભા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પત્ર અરજીમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદ, ઈદગાહ અને દરગાહને સામુદાયિક બેઠકનું સ્થળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. પત્રની અરજીમાં દલીલ કરવામાં આવી છે કે જ્યારે ઇસ્લામની ઉત્પત્તિ થઈ ત્યારે કુરાન નાઝીલ થયું અને જ્યારે ઇસ્લામ ફેલાયો ત્યારે તે સમયે લાઉડસ્પીકર નહોતા. હવે જોવાનું એ છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતે સુનાવણી માટે ક્યારે યાદી આપે છે. આ દિવસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં અઝાન અને લાઉડસ્પીકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ તણાવની સ્થિતિ સર્જાઈ છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગરમ છે લાઉડસ્પીકરનો મુદ્દો

અઝાન વિવાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉછળ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી છે. આ કારણે, ઓલ ઈન્ડિયા સુન્ની જમીયત ઉલમાના મહારાષ્ટ્ર એકમે સોમવારે મુંબઈ પોલીસને મસ્જિદો પર લાઉડસ્પીકર લગાવીને અઝાન પઢવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. સંગઠને એક નિવેદનમાં જણાવ્યું છે કે કેટલાક લોકો લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, તેથી પોલીસ કમિશનર સંજય પાંડેને પત્ર લખીને જરૂરી સ્પષ્ટતા માંગવામાં આવી છે. સુન્ની જમીયત ઉલમાના રાજ્ય એકમના પ્રમુખ સૈયદ મોઇનુદ્દીન અશરફે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને અનુસરીને મસ્જિદોમાં લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે જો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુ ભાઈઓ તૈયાર રહે. ઠાકરેએ કહ્યું કે અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ ધાર્મિક કરતાં સામાજિક મુદ્દો છે. MNS વડાએ કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે સમાજની શાંતિનો ભંગ થાય, પરંતુ જો લાઉડસ્પીકરનો ઉપયોગ ચાલુ રહેશે તો તેઓએ (મુસ્લિમો) પણ લાઉડસ્પીકર પર અમારી પ્રાર્થના સાંભળવી પડશે.

આ પણ વાંચો: જહાંગીરપુરીમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ યથાવત, 2 અઠવાડિયા પછી થશે સુનાવણી, SCએ સરકારને એફિડેવિટ દાખલ કરવા કહ્યું

આ પણ વાંચો: વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

Published On - 2:33 pm, Thu, 21 April 22

Next Article