વિમાન હાઈજેકની ધમકી ભર્યો ફોન આવ્યા બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ

|

Feb 23, 2019 | 2:49 PM

શનિવારે મુંબઈમાં એક એરલાઈન્સના ઓપરેશન સેન્ટર પર ફોન કરી ધમકી આપવામાં આવી કે, ભારતીય કરિયરની એક ફ્લાઈટને હાઈજેક કરી દેવામાં આવશે. ત્યાર બાદ શનિવારે સમગ્ર દેશના એરપોર્ટને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ફોન કરનાર તરફથી એવું કહેવામાં આવ્યું કે, પ્લેન હાઈજેક કરી પાકિસ્તાન લઈ જવામાં આવશે. TV9 Gujarati   Web […]

વિમાન હાઈજેકની ધમકી ભર્યો ફોન આવ્યા બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ

Follow us on

શનિવારે મુંબઈમાં એક એરલાઈન્સના ઓપરેશન સેન્ટર પર ફોન કરી ધમકી આપવામાં આવી કે, ભારતીય કરિયરની એક ફ્લાઈટને હાઈજેક કરી દેવામાં આવશે. ત્યાર બાદ શનિવારે સમગ્ર દેશના એરપોર્ટને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ફોન કરનાર તરફથી એવું કહેવામાં આવ્યું કે, પ્લેન હાઈજેક કરી પાકિસ્તાન લઈ જવામાં આવશે.

TV9 Gujarati

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ફોન બાદ તરત જ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એટલું જ નહીં પ્લેનમાં બેસવા પહેલા મુસાફરોનું ચેકિંગ અને કાર પાર્કિંગમાં જતી ગાડીઓનું ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. શનિવારે ધમકી ભરેલો ફોન એર ઈન્ડીયા એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરને આવ્યો હતો.

જો કે પુલવામા હુમલા બાદથી જ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં પણ શનિવારે ધમકી મળ્યા બાદ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)એ તમામ એરપોર્ટ અને એરલાયન્સ ઓપરેટર માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. અને સાથે જ ટર્મિનલ અને ઓપરેશન ક્ષેત્રોમાં જતા પહેલા સઘન તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : પાકિસ્તાન પર કડક પગલાં ભરવાની તૈયારીઓ શરૂ ?, ત્રણેય સેનાના પ્રમુખ સાથે રક્ષામંત્રી કરશે બેઠક

નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોએ દરેક એર લાઇન્સ અને CISFને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ પગલાં ભરવાના આદેશ આપી દીધાં છે.બ્યૂરોએ 23 ફેબ્રુઆરીએ નોટમાં કહ્યું કે, મુંબઇના એર ઇન્ડિયા એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરના ટેલિફોન પર 23 ફેબ્રુઆરી 2019ના રોજ એર ઇન્ડિયાના વિમાનો હાઇજેક કરવાની ધમકી આપવામાં આવી. જે બાદ દરેક એરપોર્ટ પર હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

[yop_poll id=1741]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article