તમિલનાડુના (Tamil Nadu) તિરુચિરાપલ્લીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા (Air India) એક્સપ્રેસ ફ્લાઈટ સોમવારે સવારે લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટમાં 154 પેસેન્જર હતા. મળતી માહિતી મુજબ આ એરક્રાફ્ટનું લેન્ડિંગ તિરુવનંતપુરમના એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યું છે કે ટેકનિકલ કારણોસર આ લેન્ડિંગ થયું છે.
આ વિમાને તમિલનાડુના તિરુચિરાપલ્લીથી સવારે 10:45 વાગ્યે ઉડાન ભરી હતી. જ્યારે એર ટ્રાફિક કંટ્રોલને એરક્રાફ્ટમાં ખરાબી અંગે જાણ થઈ ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તરત જ ફૂટ ઈમરજન્સી જાહેર કરી હતી. ઇમરજન્સીની ઘોષણા ઉપરાંત, એરપોર્ટ પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
Flight IX613, operating between Tiruchirappalli and Sharjah today, made a precautionary landing at Thiruvananthapuram International Airport. The decision was taken due to a technical snag post-takeoff. The airline clarifies that this was not an emergency landing: Air India… https://t.co/UevmshwCZR
— ANI (@ANI) July 31, 2023
કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ કર્યા બાદ વિમાન લગભગ 50 મિનિટ સુધી હવામાં રહ્યું હતું. બાદમાં તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, બપોરે તિરુવનંતપુરમમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત લગભગ 154 મુસાફરો હતા. તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ પણ વાંચો : હજી આટલો સમય બંધ રહી શકે છે Go First એરલાઈન્સની ફ્લાઈટ્સ ! મુસાફરોને થયેલી અસુવિધા માટે કંપનીએ માંગી માફી
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર IX613 એ આજે તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાવચેતીભર્યું લેન્ડિંગ કર્યું હતું. ટેકઓફ બાદ ટેક્નિકલ ખામી સર્જાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈને સ્પષ્ટતા કરી હતી કે તે ઈમરજન્સી લેન્ડિંગ નથી.