હરિયાણાની ચૂંટણી પહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમે 20 દિવસના પેરોલની માંગણી કરી, અરજી મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી

|

Sep 29, 2024 | 1:44 PM

બાબા રામ રહીમને સપ્ટેમ્બર 2017માં તેની બે મહિલા શિષ્યો પર બળાત્કાર અને પત્રકારની હત્યાના આરોપમાં 20 વર્ષની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ડેરા ચીફને જેલમાં ગયાને માત્ર સાત વર્ષ થયા છે. આ સમયગાળા દરમિયાન કોણ જાણે કેટલીવાર પેરોલ અને ફર્લો પર જેલમાંથી બહાર આવ્યો હતો. આ વખતે તેણે ફરીથી 20 દિવસ માટે પેરોલની માંગણી કરી છે. ગયા મહિને તે 21 દિવસની ફરલો પર જેલમાંથી બહાર આવ્યો હતો.

હરિયાણાની ચૂંટણી પહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમે 20 દિવસના પેરોલની માંગણી કરી, અરજી મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી
Gurmeet Ram Rahim

Follow us on

ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમે જે પોતાની બે શિષ્યો પર બળાત્કાર ગુજારવાના આરોપમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યા છે તેણે ફરી એકવાર પેરોલની માંગણી કરી છે. ગયા મહિને જ તેમને 21 દિવસ માટે ફર્લો આપવામાં આવ્યો હતો. આ વખતે તેણે 20 દિવસ માટે પેરોલની માંગણી કરી છે. આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેમની વિનંતી મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્ય સરકારને પત્ર લખીને આ ઈમરજન્સી પેરોલ વિશે પૂછ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીના સમયગાળા દરમિયાન દોષિતને પેરોલ પર છોડવો કેટલો યોગ્ય છે? ડેરા પ્રમુખ હાલ હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. તે સિરસાના આશ્રમમાં તેની બે શિષ્યો પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે.

ગયા મહિને 21 દિવસની ફર્લો મળી

ડેરા પ્રમુખ રામ રહીમને ગત મહિનાની 13મી તારીખે 21 દિવસ માટે ફર્લો આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા બાબા રામે 20 દિવસ માટે પેરોલ પર જેલમાંથી બહાર આવવા માટે જેલ સુપ્રિટેન્ડેન્ટને અરજી કરી હતી. હરિયાણા સરકારે હરિયાણા જેલ વિભાગમાં આવેલા ડેરા વડાની અરજી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી છે, જેમાં તેમને પેરોલ પર મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

જેલ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં પેરોલ માંગવા માટે કોઈ કારણ આપવાની જરૂર નથી. માત્ર ઈમરજન્સી પેરોલ માટે કારણ આપવું જરૂરી છે. રામ રહીમની 20 દિવસની પેરોલ 2024 સુધી બાકી છે, તેથી કારણો જણાવવાની જરૂર નથી. અધિકારીએ કહ્યું કે પેરોલ સામાન્ય રીતે ડિવિઝનલ કમિશનર સ્તરે મંજૂર કરવામાં આવે છે. જો કે, આદર્શ આચારસંહિતાના કારણે જેલ વિભાગે મામલો મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી આપ્યો છે.

રામ રહીમને 20-20 વર્ષની સજા

બાબા રામ રહીમને સપ્ટેમ્બર 2017માં તેની બે મહિલા શિષ્યો પર બળાત્કાર અને પત્રકારની હત્યાના આરોપમાં 20 વર્ષની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ડેરા ચીફને જેલમાં ગયાને માત્ર સાત વર્ષ થયા છે. આ સમયગાળા દરમિયાન કોણ જાણે કેટલીવાર પેરોલ અને ફર્લો પર જેલમાંથી બહાર આવ્યો હતો. તેના જેલમાંથી બહાર આવવાની સંપૂર્ણ યાદી આ રહી.

રામ રહીમ જેલમાંથી ક્યારે બહાર આવ્યા?

20 ઓક્ટોબર 2020- એક દિવસની પેરોલ
12 મે 2021- એક દિવસની પેરોલ
17 મે 2021- એક દિવસની પેરોલ
3 જૂન, 2021- સાત દિવસની પેરોલ
13 જુલાઈ 2021- AIIMSમાં બતાવવા માટે પેરોલ
7 ફેબ્રુઆરી 2022- 21 દિવસની ફરલો
17,જૂન 2022- 30 દિવસની પેરોલ
ઓક્ટોબર 2022- 40 દિવસની પેરોલ
21,જાન્યુઆરી, 2023- 40 દિવસની પેરોલ
20 ,જુલાઈ, 2023- 30 દિવસની પેરોલ
20 નવેમ્બર 2023- 21 દિવસની પેરોલ
19, જાન્યુઆરી , 2024- 50 દિવસની પેરોલ
13 ઓગસ્ટ 2024- 21 દિવસની ફરલો

Next Article