Agra : આગ્રામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધાવસ્થામાં પુત્રોએ સાથ ન આપ્યો તો વૃદ્ધ ગણેશ શંકરે કરોડો રૂપિયાની સંપત્તિ જીલ્લા મેજીસ્ટ્રેટના(District Magistrate) નામે કરી. આ ઘટના હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.આ વડીલે તેની મિલકતનું વિલ સિટી મેજિસ્ટ્રેટને સુપરત કર્યું છે. વૃદ્ધ ગણેશ શંકરે(Ganesh Shankar) કહ્યુ કે, જ્યારે મારા બાળકો મારી સંભાળ લેવા માંગતા નથી, તો હું તેને મિલકત શા માટે આપુ ? 88 વર્ષીય ગણેશ શંકરની પ્રોપર્ટીની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
દિકરાને મિલકત શા માટે આપુ ?
તમને જણાવી દઈએ કે, ગણેશ શંકર આગ્રાના (Agra) નિરાલાબાદ પીપલ મંડીનો રહેવાસી છે. અહેવાલો અનુસાર, વૃદ્ધાએ તેના ત્રણ ભાઈઓ નરેશ રઘુનાથ અને અજય સાથે મળીને 1983માં 1000 યાર્ડ જમીન ખરીદી હતી. તેણે આ જમીન પર ખૂબ જ આલીશાન ઘર બનાવ્યું હતું. આ ઘરની કિંમત હવે 13 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ચારેય ભાઈઓએ ઘરના ભાગ પાડી દીધા હતા. હાલમાં ગણેશ જે ઘરના માલિક છે તેના ભાગની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.
આ કારણે પિતા બન્યા મજબુર
88 વર્ષીય ગણેશ શંકરનું કહેવું છે કે, તેમને બે પુત્રો છે. તે ઘરમાં રહે છે, પરંતુ તેમ છતાં તેમની કાળજી લેતા નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તે બે સમયના ભોજન માટે પણ તેના ભાઈઓ પર નિર્ભર છે. જ્યારે તેણે પુત્રોને સમજાવવાની કોશિશ કરી તો તેણે સંબંધ તોડી નાખ્યો. જેનાથી નારાજ વૃદ્ધે પોતાની સંપત્તિ જીલ્લા મેજીસ્ટ્રેટને આપી દીધી. વૃદ્ધ ગણેશ હાલમાં તેના ભાઈઓ સાથે રહે છે.
જીલ્લા મેજીસ્ટ્રેટના નામે કરી ત્રણ કરોડની સંપત્તિ
જણાવવામાં આવી રહ્યું છે કે, ગણેશ શંકરે ઓગસ્ટ 2018માં આગ્રાના DMના નામે પોતાનું ઘર રજીસ્ટર કરાવ્યું હતું. ત્યારે આજે તેઓએ પ્રતિપાલ ચૌહાણને આ રજિસ્ટ્રી સોંપી છે. જે પ્રોપર્ટીની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : શાળામાં પેન્સિલ ચોરી થતા આ ટેણિયાનું મગજ ફર્યુ ! ફરિયાદ કરવા પહોંચી ગયો પોલીસ સ્ટેશન, જુઓ VIDEO
આ પણ વાંચો : Gulab Jamun History : ગુલાબ જાંબુમાં ન તો ‘ગુલાબ’ છે અને ન ‘જાંબુ’, તો પછી શા માટે પડ્યું આ નામ,જાણો આ પાછળની કહાની
Published On - 6:27 pm, Sat, 27 November 21