UP Election : કારમી હાર બાદ અખિલેશની પાર્ટીના નેતાએ મોતને વ્હાલુ કર્યું, જાણો શું છે મામલો ?

|

Mar 16, 2022 | 9:47 AM

હરદોઈ જિલ્લામાં (Hardoi District) એક સપા કાર્યકરની આત્મહત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ લોકો તેને ચીડવતા હતા, જેના કારણે સપાના કાર્યકર્તાએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

UP Election : કારમી હાર બાદ અખિલેશની પાર્ટીના નેતાએ મોતને વ્હાલુ કર્યું, જાણો શું છે મામલો ?
Symbolic Image

Follow us on

UP Election :  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election) સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party)ફરી એકવાર હારનો સ્વાદ ચાખ્યો છે. જ્યાં ગત ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપે યુપીમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે.બીજી તરફ ઘણા સપા કાર્યકર્તાઓ આ હાર સ્વીકારવામાં અસમર્થ છે, ત્યાં હરદોઈ જિલ્લામાં (Hardoi District) એક સપા કાર્યકરની આત્મહત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ લોકો તેને ચીડવતા હતા, જેના કારણે સપાના કાર્યકર્તાએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી, આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

આ મામલો હરદોઈ જિલ્લાના માધોગંજ શહેરનો છે. અહીં મંગળવારે એક સપા કાર્યકર્તાએ પોતાના માથામાં ગોળી મારી દીધી હતી. બાદમાં પરિવારના સભ્યો તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જો કે આ ઘટના બાદ પરિવારજનો મૌન ધારણ કરી બેઠા છે. ત્યારે સ્થાનિક ગામમાં પક્ષના ઉમેદવારના બૂથ હારવા બદલ લોકોના કારણે આત્મહત્યા કરી હોવાની ચર્ચા સામે આવતા મામલો ગરમાયો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પોલીસ તપાસમાં જોતરાઈ

આ કેસમાં યુપી પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ગૌરા ગામના રહેવાસી 40 વર્ષીય દેવેન્દ્ર કુમાર યાદવ(Devendra Kumar Yadav)  ઉર્ફે બલ્લુ ઘણા સમયથી સપા કાર્યકર હતો.મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે તેમના રૂમમાંથી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. આ દરમિયાન જ્યારે પરિવારજનો રૂમમાં પહોંચ્યા તો તેમણે જોયું કે દેવેન્દ્રનો મૃતદેહ લોહીથી લથબથ પડ્યો હતો. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

સપાની હાર પર લોકો તેમને ચીડવતા હતા

બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ગામમાંથી સપાના ઉમેદવારને જીતાડવાની જવાબદારી દેવેન્દ્રએ લીધી હતી,પરંતુ તે હારી જતા લોકો તેને ચીડવતા હતા, જેના કારણે દેવેન્દ્રએ મોતને વ્હાલુ કર્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ખેતીકામ કરતો હતો. તેમના પરિવારમાં પત્ની સંગીતા ઉપરાંત ત્રણ બાળકો છે. જ્યારે માધૌગંજ પોલીસ સ્ટેશનના પ્રભારીનું કહેવું છે કે ઘટના સમયે મૃતક દેવેન્દ્ર બીજા માળે રૂમમાં એકલો હતો. જ્યાં તેણે પિસ્તોલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યોની પૂછપરછ બાદ હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : આજે પંજાબના મુખ્યમંત્રી તરીકે Bhagwant Mann શપથ લેશે, સમારંભમાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહી શકે છે

આ પણ વાંચો : Russia Ukraine War : રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે ભારતને લાગી શકે છે મોંઘવારીના આંચકાઓ, જાણો ખાસ વિગતો

Next Article