22 રાજ્યોમાં પહોચ્યો ઓમિક્રોન, 24 કલાકમાં નવા 180 કેસ, 10 રાજ્યોમાં મોકલાઈ કેન્દ્રીય ટીમ

|

Dec 30, 2021 | 6:30 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે (Luv Aggarwal) જણાવ્યું હતું કે 8 જિલ્લામાં સાપ્તાહિક 10 ટકાથી વધુનો કોરોના પોઝીટીવીટી દર નોંધવામાં આવી રહ્યો છે. દેશમાં 33 દિવસ બાદ કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાયા છે.

22 રાજ્યોમાં પહોચ્યો ઓમિક્રોન, 24 કલાકમાં નવા 180 કેસ, 10 રાજ્યોમાં મોકલાઈ કેન્દ્રીય ટીમ
coronavirus in india (Symbolic image)

Follow us on

દેશમાં 33 દિવસ બાદ કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. ઓમિક્રોનના (Omicron) કેસ પણ વધીને 961 થયા છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના (Omicron variant) કેસ દેશના 22 રાજ્યોમાં પ્રસરી ચૂક્યા છે.  ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ સરેરાશ 8,000 થી વધુ કેસ નોંધાયા હતા. એકંદરે, કોરોના પોઝીટીવીટી દર 0.92 ટકા છે. 26 ડિસેમ્બરથી દેશમાં દરરોજ 10,000 કેસ નોંધાઈ રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે (Luv Aggarwal) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મિઝોરમના 6 જિલ્લા, અરુણાચલ પ્રદેશનો એક જિલ્લો, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 8 જિલ્લાઓમાં 10 ટકાથી વધુનો સાપ્તાહિક પોઝીટીવીટી દર નોંધવામાં આવી રહ્યો છે. 14 જિલ્લામાં સાપ્તાહિક કેસ પોઝીટીવીટી દર 5-10 ટકાની વચ્ચે રહ્યો છે.

લવ અગ્રવાલે કહ્યું, ભારતમાં કોરોના વાયરસના (Coronavirus) ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Variant) 961 કેસ છે, જેમાંથી 320 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે કહ્યું કે ભારતમાં લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને પ્રથમ ડોઝ સાથે કોવિડ-19 સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર 10 જાન્યુઆરીથી શરૂ થતા બુસ્ટર ડોઝ (Booster dose)લેવા માટે પાત્ર હોય તેવા વૃદ્ધોને એસએમએસ મોકલીને યાદ અપાવાશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

બુસ્ટર ડોઝ જરૂરી
ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે રસી ભલે ભારત, ઈઝરાયેલ, અમેરિકા, યુરોપ, બ્રિટન કે ચીનની હોય. તેમનું કાર્ય મુખ્યત્વે રોગને અટકાવવાનુ છે. આથી જ બુસ્ટર ડોઝ મુખ્યત્વે સંક્રમણ, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનો દર ઘટાડવા માટે છે. તેમણે કહ્યું કે, રસીકરણ પહેલા અને પછી માસ્કનો ઉપયોગ કરવો પણ જરૂરી છે અને સામૂહિક મેળાવડા ટાળવા જોઈએ.

છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 180 નવા કેસ
નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના નવા 180 કેસ નોંધાયા બાદ દેશમાં આ વેરિયન્ટના કુલ કેસ વધીને 961 થઈ ગયા છે. આ એક જ દિવસમાં નોંધાયેલા ઓમિક્રોન કેસની સૌથી વધુ સંખ્યા છે. તેમાંથી 320 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. ઓમિક્રોનના કેસ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દિલ્હીમાં સૌથી વધુ 263 કેસ નોંધાયા છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 252, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, કેરળમાં 65 અને તેલંગાણામાં 62 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ

કોરોનાના કેસ વઘતા ગુજરાત સહીત આઠ રાજ્યોને કડક પગલાં ભરવા કેન્દ્રની તાકીદ

આ પણ વાંચોઃ

Anand: સુણાવની શાળામાં 4 શિક્ષિકા કોરોના પોઝિટિવ, 15 દિવસ માટે શાળા કરાઇ બંધ, વાલીઓની ચિંતામાં વધારો

Next Article