કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Union Minister Jitendra Singh) રવિવારે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને (Pak Occupied Jammu & Kashmir) પાછું મેળવવું એ આગામી એજન્ડા છે. દિલ્હીમાં પીઓજેકેના વિસ્થાપિતોને સમર્પિત ‘મીરપુર બલિદાન દિવસ’ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે જે નેતૃત્વ બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવે છે, તે જ નેતૃત્વ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ રહેલું POJKને પાછું મેળવવાની ક્ષમતા ધરાવે છે.
મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમને સંબોધતા જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતીય ઉપખંડનું વિભાજન માનવજાતના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના હતી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને તત્કાલીન રીયાસતના એક ભાગને ખોવાના રૂપમાં બીજી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. જે પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં ચાલ્યુ ગયું હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POJK) પાછું મેળવવું એ આગામી એજન્ડા છે.
Addressed "Mirpur Balidan Diwas" dedicated to #PoJK displaced persons. PM @narendramodi has sought to redeem the injustice done to PoJK families by the earlier governments over the last 70 years. pic.twitter.com/JsJAenb35U
— Dr Jitendra Singh (@DrJitendraSingh) November 21, 2021
તેમણે કહ્યું કે હંમેશા એવું માનવામાં આવતું હતું કે અનુચ્છેદ 370 ક્યારેય રદ નહીં થાય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે શક્ય બન્યું છે અને તે જ રીતે PoJKને પાછું મેળવવાનો સંકલ્પ પણ પૂર્ણ થશે. વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે POJK પાછું મેળવવું એ માત્ર રાજકીય અને રાષ્ટ્રીય એજન્ડા નથી પણ માનવ અધિકારોનું સન્માન કરવાની જવાબદારી પણ છે કારણ કે POJKમાં અમારા ભાઈઓ અમાનવીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને તેમને આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી સમયે 560થી વધુ રજવાડાઓના વિલીનીકરણની જવાબદારી સંભાળી હતી અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, પરંતુ તેમને જમ્મુ-કાશ્મીર બાબતથી દૂર રાખવામાં આવ્યા હતા કારણ કે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જમ્મુ – કશ્મીરના મામલાને પોતાના સ્તરે સંભાળવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરથી લોકસભાના સભ્ય છે.