માર્ચ બાદ 100, 10 અને 5 રૂપિયાની જૂની નોટ નહીં રહે ચલણમાં, RBIએ આપી જાણકારી

|

Jan 23, 2021 | 4:14 PM

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની જૂની નોટોને લઈને RBI દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુસાર માર્ચ-એપ્રિલ પછી આ બધી જૂની નોટો ચલણમાંથી બહાર કાઢી દેવામાં જશે.

માર્ચ બાદ 100, 10 અને 5 રૂપિયાની જૂની નોટ નહીં રહે ચલણમાં, RBIએ આપી જાણકારી

Follow us on

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની જૂની નોટોને લઈને RBI દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુસાર માર્ચ-એપ્રિલ પછી આ બધી જૂની નોટો ચલણમાંથી બહાર કાઢી દેવામાં જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર બી મહેશ દ્વારા માહિતી આપવામાં આવી છે. આરબીઆઈએ માહિતી આપી છે કે તે આ જૂની નોટોને પાછી ખેંચવાની યોજના બનાવી રહી છે.

 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર બી મહેશના જણાવ્યા અનુસાર, રૂપિયા 100, 10 અને 5ની જૂની ચલણી નોટો આખરે ચલણમાંથી બહાર થઈ જશે. કારણ કે આરબીઆઈએ માર્ચ-એપ્રિલ સુધીમાં આ નોટોને બજારમાંથી પાછી ખેંચવાની યોજના બનાવી છે. આ બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમકે 100, 10 અને 5 રૂપિયાની જૂની નોટોના બદલામાં નવી નોટો પહેલેથી જ ચલણમાં આવી ગઈ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

100 રૂપિયાની નવી નોટનું શું થશે?

RBI દ્વારા વર્ષ 2019માં 100ની નવી નોટ ચલણમાં લાવી દેવામાં આવી છે. નોટબંધીના વખતે 500 અને 1000ની નોટો બંધ થતાં અફરા તફરી મચી ગઈ હતી. તેથી હવે આરબીઆઈ અચાનક કોઈ જૂની નોટ બંધ કરવાની જગ્યાએ પહેલાથી જ નવી નોટ બજારમાં ચલણમાં લાવેલી છે છે. નવી નોટ સંપૂર્ણ રીતે ચલણમાં આવ્યા પછી જ જૂની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે.

 

10 રૂપિયાના સિક્કાનું શું થશે?

બજારમાં 10 રૂપિયાના સિક્કા વિશે ઘણી અફવાઓ પ્રવર્તે છે કે જે સિક્કાઓ પર રૂપિનું ચિહ્ન નથી તે માન્ય નથી. ઘણા વેપારીઓ અથવા નાના દુકાનદારો તેને લેવાનો ઈનકાર કરે છે. આ અંગે આરબીઆઈનું કહેવું છે કે આ બેંક માટે સમસ્યાની વાત છે અને આ કારણે જ આવી અફવાઓથી બચવા માટે અવાર નવાર સલાહ અને જાણકારી બહાર પાડે છે. RBIએ 2019માં જ્યારે 100 રૂપિયાની નવી નોટ બહાર પાડી ત્યારે જણાવ્યું હતું કે ‘અગાઉ જ ચલણમાં રહેલી 100 રૂપિયાની તમામ નોટો કાયદાકીય રીતે ચાલુ રહેશે’ આ ઉપરાંત 8 મી નવેમ્બર, 2016ની નોટબંધી બાદ કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની નોટ સાથે 200 રૂપિયાની નોટ જારી કરી હતી.

 

આ પણ વાંચો: NTA Recruitment 2021 : સ્ટેનોગ્રાફર અને અસિસ્ટેંટ ડાઇરેક્ટર માટે જગ્યાઓ ખાલી, જલ્દી કરો Apply

Next Article