Breaking News : ઉત્તરાખંડના ચમોલીમાં માયાપુર-પીપલકોટીમાં નિર્માણાધીન THDC ટનલમાં અકસ્માત, 7 કામદારના મોત

ચમોલી જિલ્લાના માયાપુર-પીપલકોટી વિસ્તારમાં નિર્માણાધીન THDC ટનલમાં, અચાનક પાણી અને કાટમાળ ધસી આવતા એક મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બાવીસ કામદારો ટનલની અંદર ફસાયા હતા. જેમાંથી સાતના મોત થયા છે.

Breaking News : ઉત્તરાખંડના ચમોલીમાં માયાપુર-પીપલકોટીમાં નિર્માણાધીન THDC ટનલમાં અકસ્માત, 7 કામદારના મોત
| Updated on: Aug 14, 2026 | 8:18 AM

Chamoli Tunnel Accident : ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માયાપુર-પીપલકોટી વિસ્તારમાં નિર્માણાધીન THDC ટનલમાં, ગઈકાલ ગુરુવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. કામકાજ ચાલતુ હતુ તે સમયે જ, પાણી અને કાટમાળ એકા એક ધસી આવ્યા હતા. જેના કારણે ટનલની અંદર કામ કરતા કામદારો ફસાઈ ગયા હતા. એક અહેવાલ અનુસાર ટનલમાં કુલ 22 કામદારો ફસાઈ ગયા હતા. નિર્મણાધીન ટનલમાં થયેલ અકસ્માતની માહિતી મળતાં જ, વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન, 20 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને ગોપેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે એક ઘાયલ કામદારને અદ્યતન સારવાર માટે ઉચ્ચ સ્તરીય તબીબી કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યો હતો. દરમિયાન, અકસ્માતમાં ઘાયલ થયેલા સાત કામદારોના મોત થયા હતા.

આ ટનલ 444 મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો ભાગ

જે ટનલમાં અકસ્માત થયો તે ચમોલી જિલ્લામાં હાલમાં નિર્માણાધીન વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો એક ભાગ છે. તેને પીપલકોટી ટનલ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટ THDC ઇન્ડિયા લિમિટેડ દ્વારા અલકનંદા નદી પર વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટની ક્ષમતા 444 મેગાવોટની છે, જેમાં 111 મેગાવોટના એક એવા કુલ ચાર યુનિટનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ હેઠળ પાણીના પ્રવાહ અને વીજળી ઉત્પાદન સંબંધિત ઘણા મોટા બાંધકામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આમાં લાંબી હેડ-રેસ અને ટેઇલ-રેસ ટનલનો સમાવેશ થાય છે. માયાપુર-પીપલકોટી વિસ્તારમાં જ્યાં અકસ્માત થયો તે ટનલ પર બાંધકામ કાર્ય HCC (હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું હતું. પર્વતીય પ્રદેશમાં આવી ટનલનું નિર્માણ તકનીકી રીતે ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે.

પાણી અને કાટમાળનો ધસારો

અહેવાલો અનુસાર, ગઈકાલ ગુરુવારે સાંજે 6:45 થી 7:05 વાગ્યાની વચ્ચે અચાનક પાણીનો જોરદાર પ્રવાહ ટનલમાં ઘૂસી ગયો. થોડીવારમાં જ પાણીની સાથે કાટમાળ પણ વહેવા લાગ્યો. તે સમયે કામદારો બાંધકામ પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા. પાણી અને કાટમાળના અચાનક પ્રવાહથી કામદારોમાં ગભરાટ ફેલાયો. કામદારોએ ભાગી જવાનો પ્રયાસ કર્યો. જ્યારે કેટલાક સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા, તો ઘણા પાણી અને કાટમાળને કારણે અંદર જ ફસાયેલા રહ્યા. વહીવટીતંત્ર અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને બચાવ ટીમો સ્થળ પર રવાના કરવામાં આવી હતી.

કામદારો ફસાયેલા હોવાના અહેવાલ

ઘટના બાદ, વહીવટીતંત્રને શરૂઆતમાં માહિતી મળી હતી કે 22 કામદારો ટનલમાં હતા. જોકે, કામગીરી દરમિયાન કામદારો અને બચાવાયેલા લોકોની સંખ્યા અંગે વિરોધાભાસી અપડેટ્સ સામે આવ્યા હતા. અહેવાલોમાં શરૂઆતમાં 6 કામદારોનો સલામત બચાવ થયો હતો, ત્યારબાદ 8 અને અંતે 13 કામદારોના અપડેટ્સ આવ્યા હતા. બાદમાં, જિલ્લા વહીવટીતંત્રે પુષ્ટિ કરી હતી કે 20 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલા કેટલાક કામદારોને ઇજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી સાતનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

Breaking News : 15 ઓગસ્ટથી રામ લલ્લાના પુજારી નવા ડ્રેસ કોડમાં જોવા મળશે, જાણો નવો પોશાક કેવો હશે?

Follow Us
Loading...
Unable to load recommendations.