પંજાબની પાંચેય રાજ્યસભા બેઠકો પર AAP નું ક્લીન સ્વીપ, આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા

|

Mar 24, 2022 | 6:57 PM

પંજાબ રાજ્યસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને કોઈપણ ઉમેદવાર દ્વારા પેપર પાછું ખેંચવામાં આવ્યું ન હતું. આ રીતે ઉમેદવારી પત્રો ભરનાર 5 ઉમેદવારોને હરીફાઈ વિના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

પંજાબની પાંચેય રાજ્યસભા બેઠકો પર AAP નું ક્લીન સ્વીપ, આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા
Punjab Rajya Sabha Election 2022

Follow us on

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત હાંસલ કર્યા બાદ હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પંજાબમાં ક્લીન સ્વીપ કર્યું છે. પંજાબની પાંચ રાજ્યસભા બેઠકો પર આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. તમને જણાવી દઈએ કે પંજાબ રાજ્યસભા ચૂંટણી 2022 (Punjab Rajya Sabha Election 2022) માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને કોઈપણ ઉમેદવાર દ્વારા પેપર પાછું ખેંચવામાં આવ્યું ન હતું. આ રીતે ઉમેદવારી પત્રો ભરનાર 5 ઉમેદવારોને હરીફાઈ વિના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

આ સંદર્ભમાં માહિતી આપતા પંજાબ વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર અને સચિવ સુરિન્દર પાલે જણાવ્યું હતું કે પંજાબ રાજ્યસભા ચૂંટણી 2022 માટે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. કરુણા રાજુની દેખરેખ હેઠળ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે, જેમને ભારતના ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીઓ માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે 24 માર્ચે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જો કે, સંદીપ કુમાર પાઠક અને રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, અશોક મિત્તલ અને સંજીવ અરોરા બિનહરીફ વિજેતા બન્યા હતા કારણ કે કોઈ પણ ઉમેદવારે તેમનું નામાંકન પત્ર પાછું ખેંચ્યું ન હતું. તેમણે કહ્યું કે આ અંગેનો રિપોર્ટ ભારતના ચૂંટણી પંચને મોકલી દેવામાં આવ્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

AAP રાજ્યસભામાં પાંચમી સૌથી મોટી પાર્ટી બની

તમને જણાવી દઈએ કે જે પાંચ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે તેમાં સુખદેવ સિંહ, પ્રતાપ સિંહ બાજવા, શ્વેત મલિક, નરેશ ગુજરાલ અને શમશેર સિંહ દુલ્લોનો સમાવેશ થાય છે. બાકીના બે સાંસદો બલવિંદર સિંહ ભુંદર અને અંબિકા સોનીનો કાર્યકાળ પણ આ વર્ષે 7 જુલાઈ સુધીમાં પૂરો થશે.

AAP તમામ પાંચ બેઠકો જીતવાથી પાર્ટીની સંસદના ઉપલા ગૃહમાં કુલ સાંસદોની સંખ્યા દિલ્હીના 3 સાંસદો સહિત 8 થઈ, જેનાથી AAP રાજ્યસભામાં પાંચમો સૌથી મોટો પક્ષ બનશે. હાલમાં રાજ્યસભામાં ભાજપ પાસે 97, કોંગ્રેસ પાસે 34, ટીએમસીના 13 અને ડીએમકેના 10 સભ્યો છે.

રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સૌથી યુવા સભ્ય બન્યા

આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢા હાલમાં દિલ્હીની રાજેન્દ્રનગર બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તા પણ છે અને આ સિવાય તેઓ દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ પણ છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેમની ઉંમર માત્ર 33 વર્ષની હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેઓ સંસદના ઉપલા ગૃહમાં વર્તમાનમાં સૌથી યુવા સાંસદ બની ગયા છે. પાર્ટીના તમામ ઉમેદવારોમાં રાઘવ ચઢ્ઢા સૌથી યુવા છે.

આ પણ વાંચો : Birbhum Violence: બીરભૂમ હિંસામાં TMC નેતા અને મુખ્ય આરોપી અનારુલ હુસૈનની ધરપકડ, CM મમતા બેનર્જીના આદેશ બાદ કાર્યવાહી

આ પણ વાંચો : UP: યોગી આદિત્યનાથ ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા, શુક્રવારે લેશે મુખ્યમંત્રી પદના શપથ

Next Article