INDANE ગૅસના 67 લાખ ગ્રાહકોનું આધાર DATA થયું લીક, ક્યાંક તમારી વિગતોની પણ તો નથી થઈ ચોરી ?

|

Feb 19, 2019 | 10:21 AM

ફ્રાંસના એક સંશોધકે દાવો કર્યો છે કે તેમણે એક મોટી સુરક્ષાની ભૂલને શોધી કાઢી છે જેની મદદથી તેમને ઇન્ડિયન ઑઈલ કૉર્પોરેશનની LPG કંપની INDANE ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર્સથી જોડાયેલા લાખો આધાર નંબરનો ડેટા ચોરી લીધો છે. બેપટિસ્ટ રૉબર્ટ જેમને પહેલા પણ આધાર લીકના મામલે ખુલાસો કર્યો હતો. સોમવારે લખેલ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે ઇંડેનના ડીલર્સ […]

INDANE ગૅસના 67 લાખ ગ્રાહકોનું આધાર DATA થયું લીક, ક્યાંક તમારી વિગતોની પણ તો નથી થઈ ચોરી ?

Follow us on

ફ્રાંસના એક સંશોધકે દાવો કર્યો છે કે તેમણે એક મોટી સુરક્ષાની ભૂલને શોધી કાઢી છે જેની મદદથી તેમને ઇન્ડિયન ઑઈલ કૉર્પોરેશનની LPG કંપની INDANE ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર્સથી જોડાયેલા લાખો આધાર નંબરનો ડેટા ચોરી લીધો છે.

બેપટિસ્ટ રૉબર્ટ જેમને પહેલા પણ આધાર લીકના મામલે ખુલાસો કર્યો હતો. સોમવારે લખેલ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે ઇંડેનના ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સથી જોડાયેલ 67 લાખ આધારકાર્ડનો ડેટા એક માન્ય વપરાશકર્તાના નામ અને પાસવર્ડ દ્વારા મેળવી શકાય છે. બ્લોગ પોસ્ટમાં કહ્યું કે લોકલ ડીલર પોર્ટલની પ્રમાણિકતા ના હોવાને લીધે ઇંડેન તેમના ગ્રાહકોનું નામ, સરનામું, અને આધાર નંબરને લીક કરી રહી છે

ઇંડેન દ્વારા એલ્ડર્સનનું IP બ્લોક કર્યા પહેલા જ તેઓ ડેટાબેઝ સુધી પહોંચવા માટે કસ્ટમ બિલ્ટ સ્ક્રીપનો ઉપયોગ કરીને લગભગ 11,000 ડીલર્સના ગ્રાહકોના ડેટા ચોરી લીધા, જેમા ગ્રાહકોનું નામ અને સરનામું હતું.

ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?
અમિતાભ બચ્ચને ફિટ રહેવા માટે વર્ષો પહેલા છોડી દીધી હતી આ 4 વસ્તુઓ
ક્યાં અને કેવા હાલમાં છે 'ડોન'ની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ મોનિકા બેદી, જુઓ તસવીર
Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર
Get Rid From Rat : ઉંદરોને ભગાડવા માટે જાણો લવિંગનો પ્રાકૃતિક ઉપાય
યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માથી ઉંમરમાં કેટલો મોટો છે, જાણો

બ્લૉગ પોસ્ટમાં લખ્યું છે કે એલ્ડર્સને પાયથોન સ્કીપ્ટ લખી. આ સ્કીપ્ટની મદદથી 11,062 માન્ય ડીલર્સની આઈ.ડી મળી ગઈ અને એક દિવસ પછી આ સ્કીપ્ટને 9,490 ડીલર્સની તપાસ કરવામાં આવી અને આ લીકના લીધે કુલ 58,26,116 ઇંડેન ગ્રાહકો પ્રભાવિત થયા છે.

ફ્રેન્ચ સંશોધકની સ્કિપ્ટને બ્લૉક કર્યા પહેલા તેમની પાસે 58 લાખ ઇંડેન ગ્રાહકોનો ડેટા પહોંચી ગયો હતો. એલ્ડર્સનને કહ્યું કે ઇંડેને મારું આઈ.પી બ્લોક કરી દીધુ, એટલે હું થોડાં બચેલા 1572 ડીલર્સની તપાસ નથી કરી શકયો. ઇંડેન અને UIDAIએ અત્યાર સુધી આ લીક મામલે કઈ જણાવ્યું નથી.

[yop_poll id=1595]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:43 am, Tue, 19 February 19