એક વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર જોરદાર હલચલ મચાવી દીધી છે, જેને જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે. વાસ્તવમાં વાયરલ વીડિયો પશ્ચિમ બંગાળની એક કોલેજનો છે. નાદિયા જિલ્લામાં મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં એક અનોખી ઘટના બની. અહીં એક મહિલા પ્રોફેસરે તેના જ ક્લાસરૂમમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા. સૌ પ્રથમ તમને વીડિયો બતાવીએ..
વીડિયોમાં જોઇ શકાય છે કે ક્લાસરૂમને જાણે કે લગ્નનો મંડપ બનાવી દેવાયો છે. જેમાં એક મહિલા પ્રોફેસર ક્લાસની અંદર એક વિદ્યાર્થી સાથે લગ્નની વિધિ કરતી જોવા મળે છે, વીડિયોમાં મહિલા પ્રોફેસર બંગાળી દુલ્હનના પોશાકમાં છે અને તે હલ્દી, વિધિ અને સિંદૂર પુરવાની વિધિ કરી રહી છે. વર્ગનો એક વિદ્યાર્થી તેની માંગમાં સિંદૂર ભરતો જોવા મળે છે. મહિલા પ્રોફેસર કોલેજમાં મનોવિજ્ઞાન ભણાવે છે. વાયરલ વીડિયોમાં વિદ્યાર્થી અને મહિલા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
પ્રોફેસર અને સ્ટુડન્ટના લગ્નનો વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો, લોકોએ પ્રોફેસરની ટીકા કરવાનું શરૂ કર્યું, લોકોનો વધતો ગુસ્સો જોઈને સંસ્થાના અધિકારીઓએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે. સંસ્થાએ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની પેનલ પણ બનાવી છે. સોશિયલ મીડિયા પર સતત ટીકાનો સામનો કરી રહેલા પ્રોફેસરે આ મામલે સ્પષ્ટતા આપતો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણીએ કહ્યું છે કે આ વાસ્તવિક નહીં પણ નકલી લગ્ન હતા, જે ‘સાઇકા-ડ્રામ’નો એક ભાગ હતો, વિદ્યાર્થીઓએ મને મુખ્ય ભૂમિકા ભજવવાનું કહ્યું, તેથી હું સંમત થઈ, આ બધું નાટકની સ્ક્રિપ્ટ મુજબ થયું હતું.
Published On - 7:49 pm, Thu, 30 January 25