Knowledge: ભારતનું એવું એક રહસ્યમય ગામ, જ્યાં દર વર્ષે માણસ નહીં પણ હજારો પક્ષીઓનું બની ગયું છે Suicide point

|

May 31, 2022 | 4:33 PM

તમને જાણીને નવાઈ લાગશે કે આસામમાં એક એવી જગ્યા છે, જ્યાં હજારો પક્ષીઓ આત્મહત્યા કરે છે. આસામની બોરેલ પહાડીઓની વચ્ચે આવેલું જતીંગા ગામ (Jatinga village, Assam) તેની રહસ્યમયતાને કારણે દેશમાં પ્રખ્યાત છે. આ ગામને 'સ્યુસાઈડ પોઈન્ટ ઓફ બર્ડ્સ' (Suicide point of birds) કહેવામાં આવે છે.

Knowledge: ભારતનું એવું એક રહસ્યમય ગામ, જ્યાં દર વર્ષે માણસ નહીં પણ હજારો પક્ષીઓનું બની ગયું છે Suicide point
symbolic image-social media

Follow us on

ભારતમાં ઘણી એવી વિચિત્ર જગ્યાઓ છે, જેના વિશે તમે અવાર-નવાર સમાચારોમાં સાંભળતા હશો. ક્યાંક એવો દાવો કરવામાં આવે છે કે અહીં ભૂત-પ્રેતનો પડછાયો છે, તો ક્યાંક વાતાવરણ અને આસપાસનો માહોલ વિચિત્ર છે, જેના કારણે ત્યાંના લોકોને મુશ્કેલી પડે છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં માણસોને નહીં પરંતુ પક્ષીઓને સમસ્યા હોય છે. આત્મહત્યા (suicide) કરવાની વૃત્તિ માણસોમાં સામાન્ય છે, પરંતુ પક્ષીઓના કિસ્સામાં તે સંપૂર્ણપણે અલગ છે. પક્ષીઓ આ જગ્યાએ આવે છે અને આત્મહત્યા કરે છે (Place in India where birds commit suicide).

પક્ષીઓ પોતાનો જ જીવ લે છે

સામાન્ય રીતે આત્મહત્યાને લગતી વાતો માત્ર મનુષ્યો માટે જ સાંભળવા મળે છે. પરંતુ પ્રાણીઓમાં આ એકદમ આશ્ચર્યજનક ઘટના જણાય છે. ઘણા અહેવાલો અનુસાર, પક્ષીઓ અહીં ખૂબ જ ઝડપે ઉડે છે અને ઇમારતો અથવા વૃક્ષો સાથે અથડાય છે. આવું થોડા નહીં, હજારો પક્ષીઓ સાથે થાય છે. આ અથડામણમાં તેને ઘણી ઇજા થાય છે. જેના કારણે તે ઉડી પણ શકતી નથી અને બાદમાં તે મૃત્યુ પામે છે. આપઘાતની આ ઘટનાઓ સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં વધુ હોય છે, જ્યારે સાંજે 7થી 10 વાગ્યા સુધી અહીં પક્ષીઓ પોતાનો જીવ લઈ લે છે. બાકીના દિવસોમાં તે ઉડતી જોવા મળે છે.

આ રહસ્યમય ઘટનાનું કારણ શું છે?

સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓની 40 પ્રજાતિઓ અહીં આત્મહત્યા કરે છે. કુદરતી કારણોસર જતીંગા રાજ્યના અન્ય શહેરોથી લગભગ 9 મહિના સુધી કપાઈ જાય છે. રાત્રે આ ગામમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ છે. પક્ષી નિષ્ણાંતો માને છે કે વધુ ચુંબકીય બળ આ રહસ્યમય ઘટનાનું કારણ છે. એટલે કે અહીં ચુંબકીય શક્તિ ઘણી વધારે છે. એવું પણ માનવામાં આવે છે કે ધુમ્મસથી ભરેલી મોસમમાં અહીં પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. આને કારણે, પક્ષીઓ પ્રકાશના સ્ત્રોતની નજીક ઉડે છે. લાઈટના અભાવે તેઓ સ્પષ્ટ જોઈ શકતા નથી અને તેઓ ઘરો, વૃક્ષો અને વાહનો સાથે અથડાય છે પરંતુ ગ્રામજનોનું માનવું છે કે ગામમાં કોઈ એવી અશુભ શક્તિ છે જે પક્ષીઓને અહીં રહેવા દેતી નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પુસ્તક ‘ધ વાઈલ્ડલાઈફ ઓફ ઈન્ડિયા’માં કર્યો ઉલ્લેખ

પક્ષીઓની આત્મહત્યાની પ્રક્રિયા વર્ષ 1910થી ચાલી રહી છે, પરંતુ બહારની દુનિયાને 1957માં આની જાણ થઈ. વર્ષ 1957માં પક્ષીવિદ્ E.P. Gee કોઈ કામ અર્થે જતીંગા આવ્યા હતા. આ દરમિયાન તેણે પોતે આ ઘટના જોઈ અને તેના પુસ્તક ‘ધ વાઈલ્ડલાઈફ ઓફ ઈન્ડિયા’માં તેનો ઉલ્લેખ કર્યો. દેશ-વિદેશના ઘણા વૈજ્ઞાનિકોએ આ ઘટના પર સંશોધન કર્યું છે, પરંતુ હજુ સુધી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Next Article