જમ્મુ અને કાશ્મીરના (Jammu & Kashmir) બાંદીપોરામાં શનિવારે સુરક્ષા દળો અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં IED (વિસ્ફોટક સામગ્રી) જપ્ત કરી છે. બાંદીપોરા પોલીસે જણાવ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી અને આઈઈડીને નિષ્ક્રિય કર્યો. મામલામાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પહેલા શુક્રવારે પણ શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં પ્રેશર કુકરની અંદરથી એક IED મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, CRPFના જવાનોને એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. તેમણે કહ્યું કે ટીમે તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવી અને બેગમાં 4-5 લિટરના પ્રેશર કૂકરની અંદર IED મળી આવ્યો અને તેને તે જ જગ્યાએ નિષ્ક્રિય કરવામાં આવ્યો.
સતત બે દિવસમાં બે વખત IED જપ્ત કરવાની આ ઘટના ત્યારે બની છે જ્યારે ત્રણ દિવસ પહેલા કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. જૈશ-એ-મોહમ્મદનો (JeM) આ આતંકવાદીસબુધવારે કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, તેની ઓળખ પાકિસ્તાનના બાબરભાઈ તરીકે થઈ હતી, જે 2018 થી સક્રિય હતો.
આ એન્કાઉન્ટર બુધવારે દક્ષિણ કાશ્મીર જિલ્લાના પરિવાન વિસ્તારમાં થયું હતું. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે રાઈફલ, એક પિસ્તોલ અને બે ગ્રેનેડ મળી આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો હતો અને ત્રણ જવાન સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા.
કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કુલગામ એન્કાઉન્ટર વિશે ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે, “પોલીસ સાર્જન્ટ રોહિત છિબ શહીદ થયા હતા, સેનાના ત્રણ જવાન ઘાયલ થયા હતા. બે નાગરિકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો.
સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આતંકવાદીઓએ ગોળીબાર અને ગ્રેનેડ ફેંક્યા હોવા છતાં, સુરક્ષા દળોએ અત્યંત સંયમનો ઉપયોગ કરવો પડ્યો કારણ કે તે રહેણાંક વિસ્તાર હતો.
આ પણ વાંચો –
આ પણ વાંચો –