પતિએ આપ્યા ટ્રિપલ તલાક, દિયરોએ હલાલાના નામે કર્યો સામૂહિક બળાત્કાર, પીડિતાનું દર્દ SSP સામે છલકાયું

|

Jun 26, 2023 | 11:42 AM

પીડિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા છે. પીડિતાનો આરોપ છે કે પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેને દોઢ મહિના સુધી ભગાડતા રહ્યા.

પતિએ આપ્યા ટ્રિપલ તલાક, દિયરોએ હલાલાના નામે કર્યો સામૂહિક બળાત્કાર, પીડિતાનું દર્દ SSP સામે છલકાયું

Follow us on

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બરેલીમાં ટ્રિપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપ્યા, પછી તેના ત્રણ દિયરોઓએ હલાલાના નામે તેની સાથે ગેંગરેપ કર્યો. મહિલાનો આરોપ છે કે જ્યારે તે આ અંગે ફરિયાદ કરવા સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી તો ત્યાંના અધિકારીઓએ સાંભળ્યું નહોતું. અંતે તે થાકીને SSP ઓફિસ પહોંચી અને પોતાનો રિપોર્ટ ફાઈલ કરવા વિનંતી કરી હતી.

આ પણ વાચો: Maharashtra: મુંબઈમાં અનેક ઘરની બહાર PFI ઝિંદાબાદનો પત્ર અને સૂતળી બોમ્બ મળ્યા, પનવેલ વિસ્તારમાં ભયનો માહોલ!

સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના બરેલીના રોયલ એરિયા પોલીસ સ્ટેશનનો છે. મહિલાનો આરોપ છે કે 2 મેના રોજ તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપ્યા હતા. ત્યારપછી તેની ત્રણ દેવરો તેના રૂમમાં આવીને તેને આખો દિવસ હવસનો શિકાર બનાવતા રહ્યા. આ સાથે તેને એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જો તું આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશે તો તારે જીવ ગુમાવવો પડશે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

SSPએ FIR નોંધવાનો આદેશ આપ્યો

મહિલાનું કહેવું છે કે કોઈક રીતે તેણે હિંમત ભેગી કરી અને પોલીસ સ્ટેશન પહોંચી. તેણે પોલીસ સ્ટેશનના અધિકારીઓની સામે સમગ્ર ઘટના જણાવી. પરંતુ, પોલીસ અધિકારીઓ અવગણના કરી રહ્યા હતા અને આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. દોઢ મહિના સુધી તે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતી રહી. પરંતુ, આ મામલામાં FIR પણ નોંધાઈ ન હતી. ત્યારપછી તે SSP ઓફિસ પહોંચી અને પોતાનો રિપોર્ટ નોંધાવવા વિનંતી કરી હતી. તે જ સમયે, બરેલીના એસએસપી પ્રભાકર ચૌધરીએ મામલાની તપાસ કર્યા પછી એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

પીડિતાને મળી રહી છે ધમકીઓ

પીડિતાનું કહેવું છે કે હવે તેને ફોન પર સતત ધમકીઓ મળી રહી છે. આવી સ્થિતિમાં તેનો જીવ જોખમમાં છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તે જ સમયે, આ સમગ્ર મામલે બરેલીના એસએસપી પ્રભાકર ચૌધરીએ કહ્યું કે મહિલા ફરિયાદ પત્ર લઈને આવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article