ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, જોશીમઠના દરેક પીડિત પરિવારને 1.5 લાખ રૂપિયાની સહાય મળશે

|

Jan 11, 2023 | 3:21 PM

ઉત્તરાખંડ હવામાન વિભાગે (IMD) વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જેમાં તેઓએ 12 જાન્યુઆરીએ પણ ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હાલમાં તો માત્ર ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ હળવા વરસાદે સૌની ચિંતા વધારી દીધી છે.

ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, જોશીમઠના દરેક પીડિત પરિવારને 1.5 લાખ રૂપિયાની સહાય મળશે
Joshimath

Follow us on

જોશીમઠમાં 700 થી વધુ મકાનોમાં તિરાડો પડી છે અને ઘણાને તેમના ઘર છોડવાની ફરજ પાડવામાં આવી છે. આ દરમિયાન ઉત્તરાખંડ રાજ્ય સરકારે પીડિતો માટે વળતરની રકમમાં વધારો કર્યો છે. હવે દરેક પીડિત પરિવારને વળતર તરીકે 1.5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ પહેલા સરકારે દરેક પરિવારને 5,000 રૂપિયા આપવાનું કહ્યું હતું. TV9 ભારતવર્ષે સરકારના આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પછી સીએમના સચિવ મીનાક્ષી સુંદરમે કહ્યું છે કે, હવે તાત્કાલિક રાહત તરીકે 50 હજાર રૂપિયા આપવામાં આવશે, જ્યારે ઘરના વળતર પેઠે 1 લાખ રૂપિયા એડજસ્ટ કરવામાં આવશે.

CM ધામીએ કહ્યું કે જે લોકોને નુકસાન થયું છે તેમને બજાર દરે વળતર મળશે, વળતરની રકમ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા પછી જ નક્કી કરવામાં આવશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે પૃથ્વીની હિલચાલને કારણે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. સાથે જ જોશીમઠમાં આકાશમાંથી પણ વરસાદના રૂપમાં આફત વરસી શકે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે 11-12 જાન્યુઆરીએ જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ વરસાદને કારણે જોશીમઠની સમસ્યામાં વધુ વધારો થશે.

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી સાચી ઠરી અને બુધવારે વરસાદ શરૂ થયો હતો. હાલમાં તો માત્ર ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ હળવા વરસાદે સૌની ચિંતા વધારી દીધી છે. ઉત્તરાખંડ હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જેમાં તેઓએ 12 જાન્યુઆરીએ પણ ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જોશીમઠ શહેરમાં મોડી સાંજે 10 મીમી સુધી વરસાદ પડવાની સંભાવના

જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે 723 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 જાન્યુઆરીએ ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર પિથોરાગઢ અને રુદ્રપ્રયાગ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોશીમઠ શહેરમાં મોડી સાંજે 10 મીમી સુધી વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે 12 જાન્યુઆરીએ પણ 10 થી 20 મીમી વરસાદની શક્યતા છે.

વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે

હવામાન વિભાગના ડાયરેક્ટર વિક્રમ સિંહે કહ્યું કે, જ્યારે આ પાણી જોશીમઠમાં ભૂસ્ખલન અને મોટી તિરાડોમાં જશે ત્યારે તે ભૂસ્ખલનને વધુ વેગ આપશે. જોશીમઠને લઈને ઉત્તરાખંડ સરકાર દ્વારા બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ઉત્તરાખંડ સરકારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જોશીમઠના લોકોને બદ્રીનાથની જેમ વળતર આપવામાં આવશે નહીં. આ પ્રેસ કોન્ફરન્સ ખુદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના સચિવ આર. મીનાક્ષી સુંદરમે કરી હતી.

Next Article