99th Mann Ki Baat : પીએમ મોદી આજે કરશે મન કી બાત, આ મુદ્દાઓ પર કરી શકે છે વાત

99 મી મન કી બાત: પીએમ મોદી, આજે મન કી બાતમાં, વધતા જતા કોરોના કેસ તેમજ હવામાનના પરિવર્તન અને તેની અસર પર વાત શકે છે. 8 વર્ષ પહેલા શરુ થયેલા મન કી બાત રેડિયો શોનો આજે 99મો એપિસોડ છે.

99th Mann Ki Baat : પીએમ મોદી આજે કરશે મન કી બાત, આ મુદ્દાઓ પર કરી શકે છે વાત
| Edited By: | Updated on: Mar 26, 2023 | 9:11 AM

99th Mann Ki Baat: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો ઉપર પ્રસારિત થતા કાર્યક્રમ માન કી બાતને સંબોધન કરશે. માન કી બાતની આ 99 મી આવૃત્તિ છે. પીએમ મોદી, આજના મન કી બાત કાર્યક્રમમાં દેશના વધતા જતા કોરોના કેસ તેમજ હવામાનના બદલાવ અને તેની અસર પર વાત કરી શકે છે.

‘મન કી બાત’ દર મહિનાના છેલ્લા રવિવારે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થાય છે, જેના દ્વારા પીએમ મોદી દેશવાસીઓ સાથે વાતચીત કરે છે. છેલ્લા કાર્યક્રમમાં, પીએમ મોદીએ વિવિધ વિષયો પર ચર્ચા કરી. તે જ સમયે, ‘એકતા દિવસ’ વિશેષ સ્પર્ધાઓના વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. ‘મન કી બાત’ ની 100 મી આવૃત્તિ 30 એપ્રિલના રવિવારે રોજ પૂર્ણ થશે.

મન કી બાત કાર્યક્રમ તમે ઓલ ઈન્ડિયા રેડિયો ઉપર પણ સાંભળી શકો છો. મન કી બાત કાર્યક્રમ દૂરદર્શન ઉપર પણ પ્રસારિત થાય છે. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક પેજ પર જઈને પણ આ કાર્યક્રમ સાંભળી શકો છો. આ સિવાય પીએમઓના ટ્વિટર હેન્ડલ પર પણ મન કી બાત કાર્યક્રમના અપડેટ ઉપલબ્ધ રહેતા હોય છે. તમને તેના અપડેટ્સ મન કી બાત અપડેટ્સ ટ્વિટર હેન્ડલ પર પણ જોવા અને વાંચવા મળશે.

8 વર્ષ પહેલા શરુ થયેલા મન કી બાત રેડિયો શોનો આજે 99મો એપિસોડ છે. ઘણા વર્ષોથી વડાપ્રધાન મોદીના આ શોને, આખો પરિવાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદેશમાં પણ અનેક લોકો સાંભળતા હોય છે. આ રેડિયો શોમાં જનભાગીદારી અને લોકોની અભિવ્યક્તિઓ પણ સાંભળવા મળે છે.