Recover from Corona : કોરોનાની બીજી લહેરના કહેરમાં સારા સમાચાર, 99 ટકા લોકો થઇ રહ્યાં છે સ્વસ્થ

|

Apr 26, 2021 | 6:47 PM

Recover from Corona : કરોના સંક્રમિત મોટા ભાગના લોકો ઘરે સારવાર લઇ સ્વસ્થ થઇ રહ્યાં છે.

Recover from Corona :  કોરોનાની બીજી લહેરના કહેરમાં સારા સમાચાર, 99 ટકા લોકો થઇ રહ્યાં છે સ્વસ્થ
FILE PHOTO

Follow us on

Recover from Corona : કોરોનાની બીજે લહેરમાં રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે કે સંક્રમિત લોકોમાંથી 99 ટકા લોકો સાજા (Recover)થઇ રહ્યા છે. કોરોના વાયરસની બીજી લહેર જ્યારથી દેશમાં આવી છે ત્યારથી ભયંકર દૃશ્યો દેખાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યો એવા છે, જ્યાં દરરોજ હજારો કેસ નોંધાય છે. ઓક્સીજનની અછતના કારણે પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે. સોશિયલ મીડિયા, ટીવી ન્યુઝ, અખબારો, તમામ માધ્યમો કોરોનાના સમાચારોથી છલકાઇ ગયા છે. લોકો એકબીજાની મદદ કરીને એક દાખલો બેસાડી રહ્યા છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર
ભયના આ વાતાવરણની વચ્ચે એક એવો આંકડો સામે આવ્યો છે જે ભયમાં રહેતા લોકોને મોટી રાહત આપી રહ્યો છે.
કોરોના વાયરસની બીજી લહેરના કહેરમાં મોટાભાગના લોકો સ્વસ્થ (Recover from Corona)થઈ રહ્યા છે. જોકે દેશમાં પહેલી લહેરની સરખામણીએ આ વખતે દૈનિક મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ જો ટકાવારી પર નજર કરવામાં આવે તો તે ટકાવારી ઘણી ઓછી છે, જો કે, ઘણા સ્થળોએ એવા અહેવાલો પણ બહાર આવ્યાં છે કે સરકારી આંકડા કરતા મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા હોવાથી આ મૃત્યુ નોંધાઈ રહ્યા નથી.

માત્ર 1.12 ટકા મૃત્યુ દર
સરકારી આંકડા મુજબ, દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.12 ટકા છે, જેનો અર્થ છે કે લગભગ 99 ટકા દર્દીઓ આ રોગને હરાવીને સ્વસ્થ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખ નવા કોવિડ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1 કરોડ 73 લાખ થઈ ગઈ છે. સંક્રમિતોની આ સંખ્યામાંથી 1.95 લાખ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ પ્રમાણે દેશમાં મૃત્યુ દર માત્ર 1.12 ટકા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ઘરે સારવાર લઇ સ્વસ્થ થઇ રહ્યાં છે લોકો
કરોના સંક્રમિત મોટા ભાગના લોકો ઘરે સારવાર લઇ સ્વસ્થ (Recover)થઇ રહ્યાં છે. 85-90 ટકા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર નથી. ઓક્સિજનની તંગી વચ્ચે પણ રાહતની બાબત એ છે કે માત્ર બહુ ઓછી સંખ્યામાં લોકોને મેડીકલ ઓક્સિજનની જરૂર હોય છે. મોટાભાગના લોકો હોસ્પિટલ ગયા વગર અને મેડીકલ ઓક્સિજન વિના ઘરે જ રોકાઈ રહ્યા છે અને સ્વસ્થ થઇ રહ્યાં છે.

28 ટકા લોકોને વેન્ટીલેટર સુધી લઇ જવામાં આવે છે
હોસ્પિટલોમાં દાખલ 28 ટકા દર્દીઓ વેન્ટિલેટરમાં સુધી લઇ જવામાં આવે છે. પહેલી લહેરમાં આ આંકડો 37 ટકા હતો. સોમવારે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.20 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.

આ પણ વાંચો : સેનાના નિવૃત મેડિકલકર્મીઓ ફરી પરત આવશે કામ પર, CDS રાવતે PM મોદીને જણાવ્યો સમગ્ર પ્લાન

Next Article