ચેતી જજો : આ શહેરમાં આઠ બાળકોના મોતથી માતમ, 2 રૂપિયાની ‘પેપ્સી’ બની કાળ !

Rajasthan: સિરોહીમાં (sirohi) શુક્રવારે સાંજે અજ્ઞાત રોગના કારણે સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત થતાં બાળકોના મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. જો કે મેડિકલ વિભાગ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો રાગ આલાપી રહી છે.

ચેતી જજો : આ શહેરમાં આઠ બાળકોના મોતથી માતમ, 2 રૂપિયાની પેપ્સી બની કાળ !
File Photo
| Edited By: | Updated on: Apr 17, 2022 | 1:49 PM

રાજસ્થાનના (rajasthan) સિરોહીમાં (sirohi) છેલ્લા કેટલાક દિવસોથી સતત બાળકોના મોતથી  (children death) સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. જિલ્લામાં બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. ગત શુક્રવારે સાંજે સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત નિપજતાં અત્યાર સુધીમાં બાળકોનો મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. જો કે મેડિકલ વિભાગનું  (health department) કહેવું છે કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે, પરંતુ બાળકોના મોત પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. બીજી તરફ ડોકટરોની ટીમ ઘરે- ઘરે સર્વે (medical team survey) કરી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં સ્વરૂપગંજના ફુલાબાઈ ખેડા ગામમાં અજ્ઞાત રોગને કારણે 8 બાળકોના મોત થયા હતા, જે બાદ આ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.

હાલ પ્રાથમિક તપાસ બાદ આરોગ્ય વિભાગની ટીમનું કહેવું છે કે આ તમામ બાળકોના મોત કોઈક પીણું પીવાથી થયા છે, ત્યારબાદ વહીવટીતંત્રે આ વિસ્તારની ઘણી દુકાનોમાંથી આઈસ્ક્રીમ અને પીણાના સેમ્પલ લઈને સપ્લાય બંધ કરી દીધો છે. સાથે જ પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે, પેપ્સી પીધા બાદ બાળકોને લોહીની ઉલટીઓ થઈ હતી.

ગેરકાયદેસર રીતે પીણાંનું વેચાણ

બાળકોના મૃત્યુ બાદ બાળકોના સંબંધીઓએ મેડિકલ વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું કે બે રૂપિયામાં વેચાતું પીણું જેને સ્થાનિક ભાષામાં ‘પેપ્સી’ કહે છે, તે પીધા પછી જ બાળકોની તબિયત બગડી હતી. આ સાથે ડો.રામસિંહ યાદવના રિપોર્ટના આધારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ પાણીમાંથી બનેલા કોઈપણ પદાર્થને મૃત્યુનું કારણ માનવામાં આવી રહ્યું છે.

બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે સિરોહીમાં જોધપુર ડિવિઝન અને જયપુર ડિવિઝનની 7 ટીમો ફુલાબાઈ ખેડામાં ડોર-ટુ-ડોર સર્વે કરી રહી છે, પરંતુ હજુ પણ રોગને શોધવામાં નિષ્ફળતા મળી રહી છે. બીજી તરફ આઠ બાળકોના મોત થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મેડિકલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. જોગેશ્વર પ્રસાદે કહ્યું હતું કે તમામ બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jahangirpuri Violence: જહાંગીરપુરીની મસ્જિદ પાસે જુલૂસ પહોંચતા જ થયો પથ્થરમારો, FIRમાં થયો ખુલાસો

Published On - 1:49 pm, Sun, 17 April 22