મિઝોરમની આ 7 વર્ષની બાળકીએ ગૃહમંત્રી અમિત શાહને કર્યા મંત્રમુગ્ધ- જુઓ- Video

મિઝોરમની એક 7 વર્ષની નાનકડી દીકરી એસ્તર લાલદુહાવમી હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. દેશભક્તિથી ઓતપ્રોત તેના અવાજે માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા.

| Updated on: Mar 16, 2025 | 3:47 PM

મિઝોરમની એસ્તર લાલદુહાવમી નામની 7 વર્ષની દીકરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું દિલ જીતી લીધુ છે. અમિત શાહ આ દીકરીની ટેલેન્ટથી એટલા પ્રભાવિત થયા કે તેને ગિફ્ટમાં ગિટાર આપી તેનું સન્માન કર્યુ. મિઝોરમમાં એક કાર્યક્રમમાં અમિત શાહ પહોંચ્યા હતા, જ્યાં 7 વર્ષની બાળકીએ વંદે માતરમ ગીત ગાયું. બાળકીની ગાયિકીથી હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. અમિત શાહ પણ તેનું ગીત સાંભળીને ભાવુક થયા હતા. દેશભક્તિનો જોશ તેના અવાજમાં સાંભળવા મળ્યો. આ ગીત બાદ અમિત શાહે બાળકીના ભરપૂર વખાણ કર્યા અને અમિત શાહે તેની સાથે મુલાકાત કરી. તેની સિંગીગની પણ પ્રશંસા કરી અને સાતે જ તેને ગિટારની ભેટ આપી હતી.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એસ્તર લાલદુહાવમીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.. લોકો તેની ગાયિકીના વખાણ કરી રહ્યા છે. અમિત શાહે પણ તેમના એક્સ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. સાથે જ તેના વખાણ કરતાં આશીર્વાદ પણ આપ્યા. જેનો આનંદ બાળકીની આંખોમાં ઝલક્તો હતો. આટલી નાની વયે દેશભક્તિ અને કળાનો સમન્વય દરેક બાળકો માટે પ્રેરણાદાયી છે.

 

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 3:41 pm, Sun, 16 March 25