500 રસ્તા બંધ, ફ્લાઈટસ રદ, પાણીનો સપ્લાય અટક્યો, હિમાચલ-કાશ્મીરમાં હિમવર્ષા બની આફત

|

Feb 04, 2024 | 4:34 PM

હિમાચલમાં સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રદેશમાં થયેલી બરફવર્ષાના કારણે 518 રસ્તા બ્લોક થઈ ગયા છે, જ્યાં વાહનોની અવર-જવર અટકી ગઈ છે. હવામાન વિભાગે સમગ્ર હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને લઈ યલો એલર્ટ જાહેર કર્યુ છે.

500 રસ્તા બંધ, ફ્લાઈટસ રદ, પાણીનો સપ્લાય અટક્યો, હિમાચલ-કાશ્મીરમાં હિમવર્ષા બની આફત
snowfall

Follow us on

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી પડી રહી છે. ત્યારે પહાડી વિસ્તાર કોઈ ‘સ્વર્ગ’થી ઓછો નજર આવી રહ્યો નથી. હિમાચલ પ્રદેશ અને જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જ્યાં એક તરફ પર્યટક તેનો આનંદ લઈ રહ્યા છે તો બીજી તરફ રસ્તા, એર ટ્રાફિક અને સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ તંત્રએ હિમવર્ષાની પણ ચેતવણી જાહેર કરી છે.

હિમાચલમાં સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રદેશમાં થયેલી બરફવર્ષાના કારણે 518 રસ્તા બ્લોક થઈ ગયા છે, જ્યાં વાહનોની અવર-જવર અટકી ગઈ છે. હવામાન વિભાગે સમગ્ર હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને લઈ યલો એલર્ટ જાહેર કર્યુ છે. તેનું કહેવુ છે કે રવિવારે અલગ અલગ જગ્યાઓ પર ભારે હિમવર્ષા જોવા મળી શકે છે. તેની સાથે સાથે વાવાઝોડુ, વીજળી અને કરા પણ પડી શકે છે.

હિમાચલના અધિકારીઓનું કહેવુ છે કે શિમલામાં 161 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ લાહોલ અને સ્પીતિમાં 157, કુલ્લુમાં 71, ચંબામાં 69 અને મંડી જિલ્લામાં 46 રસ્તા બંધ થઈ ગયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં 478 ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા છે અને 567 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. લાહોલ અને સ્પીતિમાં રાત સૌથી વધારે ઠંડી રહી, જ્યાં લઘુત્તમ તાપમાન શુન્યથી 4.9 ડિગ્રી સેલ્સિયસ નીચે રેકોર્ડ કરવામાં આવ્યું છે.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રદ

કાશ્મીર ઘાટીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે રવિવારે સામાન્ય જનજીવન પ્રભાવિત થયુ છે. શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. કાશ્મીરના મેદાની વિસ્તારોમાં મધ્યમ બરફવર્ષા જોવા મળી રહી છે. જ્યારે ઉંચા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. વાહનોની અવર-જવર માટે શ્રીનગર જમ્મૂ નેશનલ હાઈવે પર સિંગલ લાઈન ચલાવવામાં આવી રહી છે. મુસાફરોને લાઈનનું પાલન કરવા અને સાવધાનીથી ગાડી ચલાવવાની સલાહ આપવામાં આવી છે. ઘણી જગ્યા લપસણી છે અને રામસુ અને બનિહાલ વચ્ચે હિમવર્ષા થઈ રહી છે.

Next Article