IGI એરપોર્ટ પર 434 કરોડનું હેરોઈન કરાયું જપ્ત, દુબઈ થઈને દિલ્હી પહોંચાડવામાં આવી બેગ, જાણો સમગ્ર મામલો

|

May 11, 2022 | 11:43 PM

દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડીઆરઆઈએ દિલ્હીમાંથી 434 કરોડ રૂપિયાની કિંમતનું 62 કિલો હેરોઈન રિકવર કર્યું છે.

IGI એરપોર્ટ પર 434 કરોડનું હેરોઈન કરાયું જપ્ત, દુબઈ થઈને દિલ્હી પહોંચાડવામાં આવી બેગ, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Delhi Indira Gandhi International Airport) પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડીઆરઆઈએ દિલ્હીમાંથી 434 કરોડ રૂપિયાની કિંમતનું 62 કિલો હેરોઈન રિકવર કર્યું છે. આખો માલ ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, એર કાર્ગોમાંથી હેરોઈનનો જથ્થો પકડાયો હતો. આ એરકાર્ગો મોડ્યુલમાંથી અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ જપ્તી છે. વાસ્તવમાં, ડીઆરઆઈને ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટ અંગે ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યો હતો. જે બાદ 10 મેના રોજ ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે ટીમ સ્થળ પર પહોંચી ત્યારે અહીં એક કાર્ગોમાંથી 55 કિલો હેરોઈન મળી આવ્યું હતું. ડ્રગ્સનો આ મોટો કન્સાઈનમેન્ટ યુગાન્ડાથી દુબઈ થઈને દિલ્હી લવાયો હતો.

એર કાર્ગોમાંથી 55 કિલો હેરોઈનના આ કન્સાઈનમેન્ટને પકડ્યા બાદ ડીઆરઆઈની ટીમે એક આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં વ્યક્તિની પૂછપરછના આધારે હરિયાણા અને લુધિયાણામાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 7 કિલો હેરોઈન અને 50 લાખની રોકડ મળી આવી હતી. આ પછી મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. જેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 434 કરોડ રૂપિયા છે

જપ્ત કરાયેલા 62 કિલો હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 434 કરોડ રૂપિયા છે, જ્યારે આયાત માલમાં 330 ટ્રોલી બેગ હતી. જપ્ત કરાયેલ હેરોઈન 126 ટ્રોલી બેગની હોલો મેટલ ટ્યુબમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું. ડીઆરઆઈના અધિકારીઓએ હિરોઈન વેચનારને પણ પકડી લીધો છે. અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ તપાસ ચાલુ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વર્ષ 2021 દરમિયાન ડીઆરઆઈએ 3300 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું. તે જ સમયે, આ વર્ષે જાન્યુઆરીથી નવી દિલ્હીમાં એક કન્ટેનરમાંથી 34 કિલો, મુંદ્રા બંદર પર એક કન્ટેનરમાંથી 201 કિલો અને પીપાવાવ બંદરે હેરોઇન સાથે 392 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં ઘણા કેસ પણ નોંધાયા છે જેના કારણે વિવિધ એરપોર્ટ પરથી 60 કિલોથી વધુ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.

Next Article