Chandrayaan 3 : ચંદ્રયાન 3 પછી ચંદ્ર સુધી પહોંચવા માટે લાગશે લાઈનો, આ વર્ષે 4 નવા ચંદ્ર મિશન શરૂ થશે

|

Jul 14, 2023 | 3:45 PM

ચંદ્રયાન-3 (Chandrayaan 3)ની સફળતા સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો વિશ્વનો ચોથો દેશ બનશે. ચંદ્રયાન-3 પછી આ વર્ષે દુનિયામાં ચાર નવા ચંદ્ર મિશન લોન્ચ થવા જઈ રહ્યા છે. આવો જાણીએ તેમના વિશે.

Chandrayaan 3 : ચંદ્રયાન 3 પછી ચંદ્ર સુધી પહોંચવા માટે લાગશે લાઈનો, આ વર્ષે 4 નવા ચંદ્ર મિશન શરૂ થશે

Follow us on

ચંદ્રયાન-3  (Chandrayaan 3)ના લોન્ચિંગ સાથે, ISRO ચંદ્ર પર પહોંચવા માટે વિશ્વની સ્પેસ એજન્સીઓ વચ્ચે દોડ શરૂ થઈ ગઈ છે. દુનિયાની તમામ સ્પેસ એજન્સીઓ ઈચ્છે છે કે તેઓ પણ ચંદ્ર પર પહોંચે અને ત્યાંની આબોહવા વિશે માહિતી એકઠી કરે. અમેરિકા, રશિયા અને ચીન આ પહેલા કરી ચૂક્યા છે, ચંદ્રયાન-3ની સફળતા સાથે ભારત પણ આ યાદીમાં સામેલ થઈ જશે. ચંદ્રયાન-3 એટલે કે આ વર્ષે વિશ્વના અન્ય ચાર મોટા ચંદ્ર મિશનની પણ શરુ થશે.

આ પણ વાંચો : Ritu Karidhal Family Tree : ‘ભારતની રોકેટ વુમન’ના એક ઈશારે લોન્ચ થશે Chandrayaan 3 , જાણો તેમના પરિવાર વિશે

ચંદ્રયાન-3 : શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતુ. તે 42 દિવસની સફર બાદ ચંદ્ર પર પહોંચશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. મિશનની સફળતા સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો વિશ્વનો ચોથો દેશ બની જશે. ચાલો આપણે વિગતવાર સમજીએ કે ચંદ્રયાન-3 પછી કયા મિશન ચંદ્ર પર જવાની લાઇનમાં છે.

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

લુના-25 : રશિયાનું આ ચંદ્ર મિશન ચંદ્રયાન-3 પછી તરત જ એટલે કે, ઓગસ્ટના મધ્યમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. સ્પેસ એજન્સી રોસકોસમોસના જણાવ્યા અનુસાર લુના-25ને સોયુઝ રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ મિશન દ્વારા રશિયા ત્રીસ વર્ષ પછી ફરી ચંદ્ર પર જશે. રશિયાએ તેનું છેલ્લું મિશન લુના 24, 1976 માં શરૂ કર્યું,તે મિશનમાં ચંદ્ર પરથી 170 ગ્રામ માટી લાવવામાં આવી હતી.

જાપાનનું સ્લિમ : જાપાનની એરોસ્પેસ એક્સપોરેશન એજન્સી એટલે કે, JAXA દ્વારા સ્માર્ટ લેન્ડર ફોર ઈન્વેસ્ટિગ્ટિંગ મૂન એટલે કે, સ્લિમને ચંદ્ર પર મોકલવામાં આવશે.આ મિશન 26 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે લોન્ચ થવાનું છે. જાપાન તરફથી આ મિશનમાં એક્સ-રે ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી ચંદ્ર પર મોકલવામાં આવશે. તાજેતરમાં JAXA દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ મિશન ચંદ્ર પર ઓછા ગુરુત્વાકર્ષણ વાતાવરણની તપાસ કરશે. ખાસ વાત એ છે કે આ જાપાનનું બીજું ચંદ્ર મિશન છે. આ પહેલા જાપાનની એક ખાનગી કંપની દ્વારા ચંદ્ર મિશન શરૂ કરવામાં આવ્યું હતું જે નિષ્ફળ રહ્યું હતું.

IM-1 મિશન : Intuitive Machines 2023 એ ટેક્સાસ સ્થિત ખાનગી કંપની છે જે આ વર્ષે IM-1 મિશન લોન્ચ કરશે. કંપનીએ તેના લેન્ડરનું નામ નોવા સી રાખ્યું છે. તે ફાલ્કન-9 રોકેટ દ્વારા ઉડાન ભરશે. કંપનીનું યાન તેની સાથે અન્ય ઘણી કંપનીઓના પેલોડ પણ વહન કરશે.

પેરેગ્રીન એમ-1 : ખાનગી અવકાશ એજન્સી એસ્ટ્રોબોટિક આ વર્ષના અંત સુધીમાં પેરેગ્રીન એમ-1 મિશન લોન્ચ કરશે. છેલ્લા ઘણા દિવસોથી કંપની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, કંપનીનું લેન્ડર લોન્ચ માટે તૈયાર છે. આ વર્ષે તે ફેબ્રુઆરીમાં વધુ અપડેટ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે ,આ વર્ષના અંત સુધીમાં આ ચંદ્ર મિશન પણ લોન્ચ કરવામાં આવશે.

 

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article