શાળામાં કોરોના વિસ્ફોટ, એક સાથે 32 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યાં

| Edited By: | Updated on: Sep 27, 2021 | 11:02 PM

વહીવટીતંત્રે આદેશ આપ્યો હતો કે વર્ગમાં પ્રવેશતા પહેલા તમામ બાળકોનો એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં આ બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

JAMMU KASHMIR : દેશમાં કોરોનાની બીજી લહેર ભલે નબળી પડી હોય, પરંતુ હજુ પણ પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. દેશભરમાં શાળાઓ ખુલતા જ કોરોના હવે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. જમ્મુ -કાશ્મીરના રાજૌરી જિલ્લાની એક ખાનગી શાળામાં એક સાથે 32 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં, વહીવટીતંત્રે કોરોનાથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ ધોરણ-10 થી 12ની શાળાઓ ખોલવાની મંજૂરી આપી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કોરોના બ્લાસ્ટ જમ્મુના રાજૌરી જિલ્લામાં થયો હતો. અહીં એક ખાનગી શાળાના 32 વિદ્યાર્થીઓ એક સાથે કોવિડ પોઝિટિવ આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. વહીવટીતંત્રે આદેશ આપ્યો હતો કે વર્ગમાં પ્રવેશતા પહેલા તમામ બાળકોનો એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં આ બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં જ જમ્મુ -કાશ્મીર સરકારે ધોરણ-10 અને 12ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

થોડા દિવસ પહેલા લદ્દાખની રાજધાની લેહમાં પણ આવું જ થયું હતું, ત્યારબાદ ત્યાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ગયા અઠવાડિયે, લેહમાં એક જ દિવસમાં 71 નવા કેસ નોંધાયા હતા, જે બે મહિનામાં સૌથી વધુ હતા. આમાંના મોટાભાગના કેસો લેહમાં ડ્રુક પદ્મા કર્પો સ્કૂલ સાથે સંકળાયેલા હતા. આ પછી જિલ્લા વહીવટીતંત્રે 15 દિવસ માટે શાળા બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યાં 2 ઓક્ટોબર સુધી શાળાઓ ફરી બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : પહેલા રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, સિંગતેલ અને હવે શાકભાજીના ભાવ આસમાને, ઘર કેમ ચલાવવું ?

આ પણ વાંચો : તાપી ડેમની સ્થિતિ ભયજનક સમાન, ડેમના 13 ગેટ ખોલવામાં આવ્યાં, તાપી કાંઠાના 22 ગામોને એલર્ટ કરાયા