હિમાચલપ્રદેશના કુલ્લુમાં બસ ખીણમાં પડતા 16ના મોત, અનેક ઘાયલ

45 મુસાફરો સાથેની એક બસ ખીણમાં ખાબકતા, ઓછામાં ઓછા 16 મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

હિમાચલપ્રદેશના કુલ્લુમાં બસ ખીણમાં પડતા 16ના મોત, અનેક ઘાયલ
Bus accident in Himachal Pradesh
| Edited By: | Updated on: Jul 04, 2022 | 12:28 PM

હિમાચલ પ્રદેશમાંથી (Himachal Pradesh) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કુલ્લુ (Kullu) જિલ્લામાં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી છે. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 45 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા જ ગ્રામજનો પહોચી ગયા હતા. વહિવટીતંત્ર પણ લોકોના બચાવ અને રાહત કામ હાથ ધરવા માટે ત્વરીત પહોચ્યુ છે. આ અકસ્તમાતમાં મૃત્યુ પામેલાઓના વારસને રૂપિયા 2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજાર આપવાની જાહેરાત પીઓમઓ દ્વારા કરાઈ છે.

સીએમ જયરામ ઠાકુરે દુઃખ વ્યક્ત કર્યું

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે, કુલ્લુની સાંજ ઘાટીમાં ખાનગી બસના અકસ્માતના દુઃખદ સમાચાર મળ્યા છે. સમગ્ર વહીવટીતંત્ર સ્થળ પર છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ભગવાન આ ઘટનામાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઓછામાં ઓછી એક વ્યક્તિને ઈજા થાય.”

 

બસમાં વિદ્યાર્થીઓ પણ હતા

બસના અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. આ બસ સાંજ ખીણમાં શનશરથી સાંઈજ તરફ આવી રહી હતી. તે સમયે જંગલા નામના સ્થળે સિઝર વળાકમાં, આ બસ ડ્રાઈવરના કાબૂ બહાર ગઈ હતી અને રસ્તાની નીચે ઉતરીને ખીણમાં પડી હતી. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ બસમાં સ્થાનિક લોકો સિવાય સ્કૂલના બાળકો પણ મુસાફરી કરી રહ્યા હતા, જેઓ સાંઈજ સ્કૂલ તરફ આવી રહ્યા હતા. એસપી કુલુ ગુરદેવ શર્માએ જણાવ્યું કે બસના અકસ્માતની માહિતી મળી છે અને પોલીસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

 

Published On - 10:14 am, Mon, 4 July 22