Curfew in Goa : ગોવામાં 9 મેં થી 15 દિવસનો કર્ફ્યુ લાગુ, અન્ય રાજ્યમાંથી કોવીડ નેગેટીવ રીપોર્ટ વગર પ્રવેશ નહિ

|

May 07, 2021 | 9:29 PM

Curfew in Goa : ગોવા સરકારે શુક્રવારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 9 મેથી રાજ્યમાં 15 દિવસીય કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે.

Curfew in Goa : ગોવામાં 9 મેં થી 15 દિવસનો કર્ફ્યુ લાગુ, અન્ય રાજ્યમાંથી કોવીડ નેગેટીવ રીપોર્ટ વગર પ્રવેશ નહિ
FILE PHOTO

Follow us on

Curfew in Goa : ગોવા સરકારે શુક્રવારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 9 મેથી રાજ્યમાં 15 દિવસનો કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી છે. બીજા નિર્ણયમાં અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો માટે કોવિડ-19 નો નેગેટીવ રીપોર્ટ અહેવાલ અથવા રસીકરણનું પ્રમાણપત્ર લાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે કર્ફ્યુ (Curfew in Goa) દરમિયાન કરિયાણાની દુકાનો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલી રહી શકે છે, જ્યારે દવાની દુકાનો અને અન્ય તબીબી સુવિધાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ગોવા સરકારને કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવો પડ્યો કારણ કે લોકો હાલના પ્રતિબંધોને અવગણી રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

“સંભવત 25 ટકા લોકોએ ઘરની બહાર જવું પડે છે. પરંતુ આપણે લોકોને બિનજરૂરી રીતે બહાર ફરતા જોયા છે.” તેમણે કહ્યું કે રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે કોવિડ-19 નો નેગેટીવ રીપોર્ટ અહેવાલ અથવા રસીકરણનું પ્રમાણપત્ર લાવવું ફરજિયાત રહેશે.

ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત ( CM PRAMOD SAWANT) એ  કહ્યું હતું કે લગ્ન સહિતના તમામ કાર્યક્રમો કર્ફ્યુ (Curfew in Goa) દરમિયાન રદ્દ કરવા જોઈએ કારણ કે આવી ઘટનાઓ વાયરસ ફેલાવવામાં ફાળો આપી રહી છે. ગોવામાં ગુરૂવારે કોવિડ -19 ના સૌથી વધુ 3,869 નવા કેસો નોંધાયા છે, જ્યારે 58 લોકોનાં મોત નીપજ્યાં છે.

ગોવામાં 7 મે શુક્રવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4195 નવા કેસ નોંધાયા હતા, જેમાં વધુ 56 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા અને 2175 લોકો કોરોનાથી મુક્ત થઇ સ્વસ્થ થયા હતા. ગોવામાં કોરોનાના 31,716 સક્રિય કેસ છે. ગોવામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,12,462 કેસ નોંધાયા છે.

ગોવામાં કર્ફ્યુ દરમિયાન શું ખુલ્લું રહેશે ?
ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે આ ગોવામાં કર્ફ્યુ (Curfew in Goa) ના સમયગાળા દરમિયાન તબીબી પુરવઠો સહિત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. કરિયાણાની દુકાનોને સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. રેસ્ટોરન્ટમાંથી ફૂડ ડીલીવરીની પરવાનગી સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી આપવામાં આવશે.

આ ઉપરાંત ગોવામાં આવતા મુસાફરોને આરટી-પીસીઆર નકારાત્મક અહેવાલ અથવા રસીકરણ પ્રમાણપત્ર (બંને ડોઝ) રજૂ કરવું ફરજિયાત રહેશે. સાવંતે જણાવ્યું હતું કે રાજ્યમાં એક્ટીવ કેસો અને મૃત્યુ દર બંને વધી રહ્યા છે. અહીં ઓક્સિજન અને દવાઓનો અભાવ નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે 8 મે શનિવારના દિવસે બપોરે ચાર વાગ્યે આ સંદર્ભે એક વિગતવાર આદેશ આપવામાં આવશે.

Next Article