જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 8 આપરેશનમાં 14 આતંકીઓ ઠાર, જેમાંથી 7 પાકિસ્તાની

|

Jan 13, 2022 | 4:36 PM

જમ્મુ અને કાશ્મીરના (Jammu & Kashmir) ડીજીપી દિલબાગ સિંહે  (J&K DGP Dilbag Singh)  ગુરુવારે કહ્યું કે આ વર્ષે 8 ઓપરેશનમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા છે.

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 8 આપરેશનમાં 14 આતંકીઓ ઠાર, જેમાંથી 7 પાકિસ્તાની
14 terrorists killed including 7 Pakistani in 8 army operations in Jammu-Kashmir

Follow us on

જમ્મુ અને કાશ્મીરના (Jammu & Kashmir) ડીજીપી દિલબાગ સિંહે  (J&K DGP Dilbag Singh)  ગુરુવારે કહ્યું કે આ વર્ષે 8 ઓપરેશનમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ 14 આતંકીઓમાંથી 7 પાકિસ્તાનના (Pakistan) હતા. તમને જણાવી દઈએ કે ઘાટીમાં આતંકવાદીઓ તેમની નાપાક હરકતોથી ઉંચા નથી આવી રહ્યા અને સતત હુમલા કરવામાં વ્યસ્ત છે.

બુધવારે કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. સેનાના અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી પણ માર્યો ગયો છે.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના હસનપુરા ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પ્રવક્તાએ કહ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. તેની ઓળખ શોધવામાં આવી રહી છે. તે કઇ સંસ્થાનો હતો તે જાણવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.

આ પહેલા રવિવારે પણ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ અલ-બદર આતંકવાદી ઈમાદ વાની તરીકે થઈ હતી. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IG) વિજય કુમારે જણાવ્યું હતું કે વાની ગયા વર્ષે 19 ડિસેમ્બરે પુલવામામાં પોલીસકર્મી મુસ્તાક વેજ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં વેજને ગંભીર ઈજા થઈ હતી.

આ પણ વાંચો –

UP Election 2022 : શું NCP અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે લડશે ચૂંટણી ? શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો –

Goa Election : પૂર્વ CM મનોહર પર્રીકરના પુત્રએ પણજી બેઠક પરથી માંગી ટિકિટ, ભાજપે કહ્યું- નેતાના પુત્રને જ ટિકિટ નહીં મળે

આ પણ વાંચો –

ચૂંટણી મોકૂફ રાખવી એ કોર્ટનું કામ નથી: આ રાજ્યની હાઈકોર્ટે વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાનો કર્યો ઈન્કાર

Next Article