77th Independence Day : સ્વતંત્રતા દિવસ પર પ્રથમ વખત સ્વદેશી હથિયારથી આપવામાં આવી 21 તોપોની સલામી, જુઓ Video

|

Aug 15, 2023 | 2:45 PM

આજે ઔપચારિક સલામીના ભાગરૂપે 105 એમએમ લાઇટ ફિલ્ડ ગન છોડવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઔપચારિક ગોળીબાર માટે આ સ્વદેશી બંદૂકોનો ઉપયોગ પ્રથમ વખત થયો છે.

77th Independence Day : સ્વતંત્રતા દિવસ પર પ્રથમ વખત સ્વદેશી હથિયારથી આપવામાં આવી 21 તોપોની સલામી, જુઓ Video

Follow us on

77th Independence Day : આ વખતે સ્વતંત્રતા દિવસ અનેક રીતે ખાસ રહ્યો છે. 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ના સપનાને સાકાર કરતા આ વર્ષે સ્વદેશી 105 એમએમ લાઇટ ફિલ્ડ ગન (105 mm Indian Field Gun)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 105 મીમી ભારતીય ફીલ્ડ ગન દ્વારા સલામી આપવામાં આવી હતી.

ભારતીય સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે “આજે, ઔપચારિક સલામીના ભાગરૂપે 105 મીમી લાઇટ ફિલ્ડ ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રથમ વખત છે જ્યારે આ સ્વદેશી બંદૂકોનો સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઔપચારિક ફાયરિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.”

Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે
રાશા થડાનીએ કઈ શાળામાં અભ્યાસ કર્યો, જુઓ ફોટો

 

 

આ પણ વાંચો : “મારું સપનું 2 કરોડ’ લખપતિ દીદી’ બનાવવાનું”, આ કોન્સેપ્ટથી શું છે પીએમ મોદીની યોજના?

સ્વતંત્રતા દિવસના અવસર પર પહેલીવાર લાલ કિલ્લા પરથી સ્વદેશી ફિલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી હતી. લાલા કિલ્લામાંથી સ્વદેશી બનાવટની 105 મીમી ભારતીય ફીલ્ડ ગનનોઅવાજ ગુંજી ઉઠ્યો હતો. ભારતીય તોપોએ બ્રિટિશ 25 પાઉન્ડ તોપોનું સ્થાન લીધું છે,

બ્રિટિશ 25 પાઉન્ડર બંદૂકનો ઇતિહાસ

બ્રિટિશ 25 પાઉન્ડર ગનનો ઉપયોગ 1948, 1965 અને 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વ્યાપકપણે થયો હતો. આ તોપની ચીન સામે 1962ના યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા રહી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ આ તોપે ઘણા દેશોમાં મોરચો સંભાળ્યો હતો. 90 ના દાયકાની શરૂઆતમાં, આ તોપને સૈન્યમાંથી નિવૃત્ત કરવામાં આવી હતી અને તેનું સ્થાન સ્વદેશી 105 મીમી ભારતીય ફીલ્ડ ગને લીધી હતી.

ગોળાના વજનને કારણે નામ પડ્યું

આ તોપનું નામ 25 પાઉન્ડર તેના ગોળાના વજનને કારણે પડ્યું હતું. એટલે કે 88 એમએમ કેલિબરની આ તોપમાંથી છોડવામાં આવેલ ગોળાનું વજન 25 પાઉન્ડ છે. પ્રજાસત્તાક દિવસ, 15 ઓગસ્ટ ઉપરાંત, આ તોપનો ઉપયોગ અન્ય દેશોના વડાઓની ભારત મુલાકાત દરમિયાન તેમના સન્માનમાં સલામી આપવા માટે કરવામાં આવે છે.

 

 દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article