મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને 100 કરોડના આભુષણોનો શણગાર કરાયો

|

Aug 20, 2022 | 9:22 AM

ભગવાનની પ્રતિમાને શણગાર કરવામાં આવતા દાગીનાની (ornaments ) વાત કરવામાં આવે તો તે વર્ષો જુના છે. આ દાગીનાની કહાની મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને 100 કરોડના આભુષણોનો શણગાર કરાયો
100 કરોડની કિંમતના હીરા મોતી જડિત આભૂષણોથી ભગવાન સજ્જ

Follow us on

દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની (Janmashtami) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગ્લાલિયરમાં પણ ઉત્સાહ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. દર વર્ષની જેમ રજવાડા મંદિરમાં રાધા અને કૃષ્ણની પ્રતિમાને કરોડો રૂપિયાના હીરા અને ઝવેરાતથી શણગારવામાં આવી હતી. રાધા-કૃષ્ણની મૂર્તિઓને જે રત્ન જડિત આભૂષણોથી (Jewelry) શણગાર કરવામાં આવ્યો હતો, તેની કિંમત રૂ. 100 કરોડથી વધુ છે. ભગવાનને શણગાર કરવા દરમિયાન મંદિરની અંદર અને બહાર સુરક્ષા માટે લગભગ 150 જવાન તૈનાત કરવામાં આવ્યા આવ્યા હતા. યુનિફોર્મની સાથે સાદા યુનિફોર્મમાં સુરક્ષા જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.

મંદિરનો ઇતિહાસ

ભગવાનની પ્રતિમાને શણગાર કરવામાં આવતા દાગીનાની વાત કરવામાં આવે તો તે વર્ષો જુના છે. આ દાગીનાની કહાની મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી છે. ફૂલ બાગ ખાતેના ગોપાલ મંદિરની સ્થાપના ગ્વાલિયર રજવાડાના તત્કાલીન શાસક માધવરાવ દ્વારા 1921માં કરવામાં આવી હતી. તે સમયે ભગવાન માટે 55 પન્ના અને સાત લાડી, સોનાની વાંસળી, સોનાની નથ અને પૂજામાં વપરાતા ચાંદીના વાસણો, ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓને વસ્ત્ર જેવા ચાંદી અને સોનાના દાગીના બનાવાયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દર્શન માટે આખુ વર્ષ રાહ જુએ છે ભક્તો

ગ્વાલિયરનું પ્રાચીન ગોપાલ મંદિર સિંધિયા સમયગાળાને કારણે એક અલગ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. સિંધિયાના રજવાડાના સમયથી, ભગવાનની દિવ્ય શણગાર પોખરાજ, હીરા, રૂબી નીલમથી કરવામાં આવે છે. તે સમયથી જ ભગવાનના આ અનોખા કરોડો રૂપિયાના દાગીનાના દર્શન માટે ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે. જેના કારણે અહીં દર્શન માટે ભક્તોનો ધસારો રહે છે.

કોર્પોરેશનની દેખરેખ હેઠળ લોકરમાં રખાય છે દાગીના

આઝાદી પહેલા પણ ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ આ દાગીનાથી શણગારવામાં આવી હતી. જો કે દેશની આઝાદી પછી 2007 માં મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખરેખ હેઠળ આવેલા બેંક લોકરમાં આ જ્વેલરી (Jewelry) મૂકવામાં આવે છે અને ત્યારથી દરેક જન્માષ્ટમી પર, રાધા-કૃષ્ણની મૂર્તિઓ તેમાં પહેરવામાં આવે છે. આ વર્ષે મેયર શોભા સિકરવાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે ભગવાન રાધા કૃષ્ણને કરોડોના કિંમતી આભૂષણોથી શણગાર કર્યો હતો.

સિંધિયા વંશના 101 વર્ષ જૂના મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિઓ છે. દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ગોપાલ મંદિર ખાતે 24 કલાકનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભક્તો અહીં દર્શન કરવા આતુરતાથી આખુ વર્ષ રાહ જોતા હોય છે.

Next Article