PM Modi : 10 વર્ષની અનિશાએ PM મોદીને ઈ-મેલ કર્યો, અનિશાનાં સવાલ પર વડાપ્રધાન મોદીને પણ હસવુ આવી ગયુ

|

Aug 12, 2021 | 11:10 AM

અનિશાએ મેઇલમાં લખ્યું, હેલો સર, હું અનિશા છું અને હું તમને મળવા માંગુ છું. જ્યારે જવાબ આવ્યો ત્યારે બાળકની ખુશીની કોઈ સીમા નહોતી. અનિશા ઘણા પ્રશ્નો સાથે પીએમ મોદીને મળવા આવી હતી.

PM Modi : 10 વર્ષની અનિશાએ PM મોદીને ઈ-મેલ કર્યો, અનિશાનાં સવાલ પર વડાપ્રધાન મોદીને પણ હસવુ આવી ગયુ
10 વર્ષની અનિશાએ PM મોદીને ઈ-મેલ કર્યો

Follow us on

PM Modi :10 વર્ષની અનિશા (Anisha)માટે તેનું સ્વપ્ન સાકાર ત્યારે થયું જ્યારે બુધવારના રોજ સંસદ પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી. અનિશા અહમદનગરના સાંસદ ડોક્ટર સુજય વિખે પાટીલ (Vikhe Patil)ની પુત્રી અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ (Radhakrishna Vikhe Patil)ની પૌત્રી છે. તે પીએમ મોદી (pm modi)ને મળવા માટે ખૂબ જ આતુર હતી અને તેના માતા -પિતાને મળવા માટે કહી રહી હતી. અનિશા પાટિલને તેના માતા -પિતા દ્વારા એ વાત સમજાવવામાં આવી રહી હતી કે વડાપ્રધાન પાસે વ્યસ્ત શેડ્યુલ હોય છે અને કદાચ તેઓ તેમને મળવાનો સમય ન આપી શકે.

અનિશાએ પીએમ મોદીને મળીને ખુશી વ્યક્ત કરી

જ્યારે માતાપિતાએ તેમની વાત સાંભળ્યી નહીં તો નાની અનિશાએ તેના પિતાના લેપટોપ (Laptop)માંથી લોગ ઇન કર્યું અને વડા પ્રધાનને ઇ-મેઇલ (E-mail)મોકલ્યો. અનિશાએ લખ્યું કે, હૈલો સર હું અનિશા અને હું તમને મળવા માંગુ છુ. જ્યારે જવાબ આવ્યો ત્યારે બાળકની ખુશીની કોઈ સીમા નહોતી. દોડીને આવ બેટા (જલ્દી આવ) જ્યારે વિખે પાટીલનો પરિવાર સંસદ (Parliament)પહોંચ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ સવાલ હતો અનિશા (Anisha)ક્યાં છે ત્યારબાદ અનિશાએ પીએમ મોદીને મળીને ખુશી વ્યક્ત કરી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પીએમ  સાથે અનિષાની મુલાકાત  10 મિનિટ ચાલી

પીએમ મોદી સાથે અનિશાની મુલાકાત લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી પીએમએ તેમને ચોકલેટ આપી. અનિશા (Anisha)ના મનમાં વડાપ્રધાન વિશે જે પ્રશ્નો હતા તે તેમને પૂછ્યા. અનિશાએ પૂછ્યું તમે અહીં બેસો છો? શું આ તમારી ઓફિસ છે? ઓફિસ કેટલી મોટી છે? જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, આ મારી પરમેનેન્ટ ઓફિસ નથી. હું તમને મળવા આવ્યો છું કારણ કે તમે અહીં આવ્યા છો.

પ્રશ્ન સાંભળીને પીએમ મોદી હસ્યા

જ્યારે પીએમ મોદી જવાબ આપી રહ્યા હતા કે, અનિશાએ ફરી પૂછ્યું, શું તમે ગુજરાત (Gujarat)ના છો? તમે ક્યારે રાષ્ટ્રપતિ બનશો? આ સાંભળીને પીએમ મોદી (pm modi) હસ્યા. 10 વર્ષની અનિશા(Anisha) ઘણા મહિનાઓથી પીએમ મોદીને મળવા માંગતી હતી. આખરે એક મેલ તેમને પીએમ મોદી સાથે મુલાકાત કરાવી હતી. સંસદના વ્યસ્ત સમયમાં પીએમ મોદીએ સમય કાઢીને એક બાળકીની ઈચ્છા પણ પૂરી કરી.

આ પણ વાંચો : Health Tips: જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો

Next Article