સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ ઠાર, એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો કમાન્ડર પણ માર્યો ગયો

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાંથી નકસલવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુરૂવાર સવારથી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યી છે. આ એન્કાઉન્ટર મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 10 નક્સલીઓ માર્યા ગયા છે.

સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ ઠાર, એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો કમાન્ડર પણ માર્યો ગયો
| Edited By: | Updated on: Sep 11, 2025 | 8:39 PM

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુરૂવાર સવારથી જ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 10 નક્સલીઓ માર્યા ગયા છે. જ્યારે, સુરક્ષા દળોને પણ મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ નક્સલી કમાન્ડર મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ ઉર્ફે ભાસ્કરને પણ માર્યો છે. નક્સલી કમાન્ડર મનોજના માથા પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ‘નક્સલ નાબૂદી અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે સવારે સુરક્ષા દળોને ગારિયાબંદ જિલ્લાના મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં નક્સલીઓની હાજરીની માહિતી મળી. માહિતી મળતાં ગારિયાબંદ પોલીસ, એસટીએફ અને સીઆરપીએફના કોબ્રા કમાન્ડોની E-30 ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ. સુરક્ષા દળોએ નક્સલીઓને ઘેરી લીધા બાદ કાર્યવાહી શરૂ કરી. સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 10 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

મોડેમ બાલકૃષ્ણ, જેના પર એક કરોડનું ઈનામ હતું, તે પણ માર્યો ગયો

આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને પણ ખૂબ મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ નક્સલી કમાન્ડર મનોજ ઉર્ફે મોડમ બાલકૃષ્ણ ઉર્ફે ભાસ્કરને પણ ઠાર માર્યો. નક્સલી મનોજ ઉર્ફે મોડમ બાલકૃષ્ણ સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો. એટલું જ નહીં, તેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ પણ હતું. ગુરૂવારે સુરક્ષા દળોને જંગલોમાં નક્સલીઓ સાથે છુપાયેલા મોડમ બાલકૃષ્ણની માહિતી મળી, ત્યારબાદ સુરક્ષા દળોની ટીમે તેને ઘેરી લીધો અને એન્કાઉન્ટરમાં તેને ઠાર માર્યો.

રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ માહિતી આપી

રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ગારિયાબંદમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ), સીઆરપીએફની કોબ્રા કમાન્ડો બટાલિયન અને અન્ય રાજ્ય પોલીસ એકમો આ ઓપરેશનમાં સામેલ છે. 10 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ગારિયાબંદ જિલ્લાના એસપી નિખિલ રાખેચાએ પણ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો