ભારતમાં કેમ આવે છે અવારનવાર નાના મોટા ભૂકંપ, કેટલા ઝોનમાં વહેચાયેલુ છે ભારત ?

|

Dec 18, 2020 | 2:55 PM

દિલ્લી એનસીઆરમાં ગઈકાલે મોડીરાત્રે 11.46 કલાકે, 4.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના આ આંચકો ગાઝીયાબાદ અને નોઈડામાં પણ અનુભવાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાન, મણીપૂરમાં પણ ભૂકંપના નાનામોટા આંચકાઓ અનુભવાયા હતા. દિલ્લી એનસીઆરમાં આવેલા ભૂકંપના આંચકાનુ કેન્દ્રબિંદુ ગુરૂગ્રામથી 48 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવાનું જણાવાયુ છે. રાજસ્થાનના સિકરમાં ગઈકાલે સાંજે 3ની તીવ્રતાનો આંચકો આવ્યો […]

ભારતમાં કેમ આવે છે અવારનવાર નાના મોટા ભૂકંપ, કેટલા ઝોનમાં વહેચાયેલુ છે ભારત ?
earthquakes

Follow us on

દિલ્લી એનસીઆરમાં ગઈકાલે મોડીરાત્રે 11.46 કલાકે, 4.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના આ આંચકો ગાઝીયાબાદ અને નોઈડામાં પણ અનુભવાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાન, મણીપૂરમાં પણ ભૂકંપના નાનામોટા આંચકાઓ અનુભવાયા હતા. દિલ્લી એનસીઆરમાં આવેલા ભૂકંપના આંચકાનુ કેન્દ્રબિંદુ ગુરૂગ્રામથી 48 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવાનું જણાવાયુ છે. રાજસ્થાનના સિકરમાં ગઈકાલે સાંજે 3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તો મણીપુરમાં પણ 3.2 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ મણીપુરના મોઈરંગથી 38 કિલોમીટર દક્ષિણમાં આવ્યુ હોવાનું જણાવાયુ છે.

શુ કહે છે ભૂસ્તરશાસ્ત્રી
ભારતીય ઉપખંડમાં અવારનવાર વિનાશક ભૂકંપના આચકાઓ આવ્યા કરે છે. 2001માં ગુજરાતના કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપમાં અનેક લોકો માર્યા ગયા હતા તો લાખ્ખો લોકો બેધર બન્ચા હતા. ભારતીય ઉપખંડ દર વર્ષે સરેરાશ 47 કિલોમીટરની ગતિએ એશિયા પ્લેટ સાથે ટકરાઈ રહ્યો છે. ટેકટોનિક પ્લેટમાં ટક્કરને કારણે ભારતીય ઉપખંડમાં અવારનવાર ભૂકંપ અનુભવાય છે. જો કે ભૂગર્ભજળની અછતને લઈને, ટેક્ટોનિક પ્લેટની આગળ વધવાની ગતિ ધીમી પડી છે.

ભારતને ભૂસ્તરશાસ્ત્રીઓ ચાર ઝોનમાં વહેચ્યો છે. ભૂકંપના અલગ અલગ ઝોનમાં, આંચકાની તીવ્રતાઓની માત્રા અલગ અલગ મુજબ રહે છે. સૌથી વધુ ભયજનક ઝોન પાંચ છે. ભૂકંપ નિષ્ણાંતોના મતઅનુસાર ઝોન 5માં 0ની તિવ્રતાનો ભૂકંપ આવી શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઝોન-05
ભૂકંપની આવવાની સંભાવનાઓને લઈને પાડવામાં આવેલ ઝોન 5માં ભારતના પૂર્વોતર પ્રદેશ. જમ્મુ કાશ્મિરનો કેટલોક બાગ, ઉતરાખંડ અને ગુજરાતના કચ્છનો સમાવેશ થાય છે તો ઉતર બિહારનો કેટલોક વિસ્તાર અને અંડમાન-નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.

ઝોન-04
ઝોન-04માં જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, દિલ્લી, સિક્કીમ, ઉતરપ્રદેશનો ઉતરનો ભાગ, સિંધુ ગંગાના પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ, ગુજરાતનો કેટલોક ભાગ અને મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનનો કેટલાક ભાગનો સમાવેશ થાય છે.

ઝોન-03
ભૂંકપના ઝોન -03માં કેરળ, ગોવા, લક્ષ્યદ્વીપ, ઉતરપ્રદેશ-ગુજરાતના બાકીનો ભાગ, પંશ્ચિમ બંગાળ અને પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડીસા, આંધપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

ઝોન-02
આ ઝોનમાં ભૂકંપ આવવાની સંભાવના બહુ જ ઓછી છે. ઝોન-02ના વિસ્તારમાં જાનમાલને નુકસાન થવાની શકયતા નહીવત છે. દેશના બાકીનો ભાગ ઝોન-02માં આવે છે.

 

 

 

Next Article