WHOએ જેની ચેતવણી આપેલી તે ઓમીક્રોન XE વેરીઅન્ટની મુંબઈમાં દસ્તક, પ્રથમ કેસ નોંધાતા ચિંતાની લકીર ખેંચાઈ

Corona New Variant XE in Mumbai: ભારતમાં કોરોનાના (Corona) નવા વેરિઅન્ટના પ્રથમ બે કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિઅન્ટના XE અને 'Kapa'ના કેસ મુંબઈમાં મળી આવ્યા છે.

WHOએ જેની ચેતવણી આપેલી તે ઓમીક્રોન XE વેરીઅન્ટની મુંબઈમાં દસ્તક, પ્રથમ કેસ નોંધાતા ચિંતાની લકીર ખેંચાઈ
First cases of new XE variant of Corona found in Gujarat (Symbolic Image)
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:40 PM
મુંબઈ (Mumbai) સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં (Corona in Maharashtra) કોરોનાને લગતા તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. દેશભરના લોકોને પણ કોરોનાના નિયંત્રણોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો હોવાને કારણે કેન્દ્ર સરકારની સૂચનાને પગલે રાજ્ય સરકારોએ નિયંત્રણો હટાવ્યા છે. આવા સમયે ફરી એક મોટો ખતરો સામે આવ્યો છે. ભારતમાં કોરોનાના નવા પ્રકારોના પ્રથમ બે કેસ નોંધાયા છે. મુંબઈમાં કોરોનાના નવા વેરિઅન્ટ XE અને ‘Kapa’ ના કેસ મળી આવ્યા છે.
કોવિડ વાયરસ જિનેટિક ફોર્મ્યુલા (જીનોમ સિક્વન્સિંગ) હેઠળ હાથ ધરવામાં આવેલી 11મી તપાસમાં આ બે નવા કેસ સામે આવ્યા છે. તેમજ મુંબઈમાં કોરોના પોઝિટિવ જોવા મળતા 99.13 ટકા કેસ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
230 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસના રિપોર્ટમાં 228 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જણાયા હતા. બાકીના બેમાંથી એક દર્દી કોરોનાના નવા સબ-વેરિઅન્ટ ‘Kapa’ અને બીજો દર્દી ‘XE’ થી સંક્રમિત જોવા મળ્યો હતો. સમાચાર એજન્સી ANIએ આ સમાચાર આપ્યા છે.

આ રીતે ભારતમાં કોરોનાના નવા વેરીઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો

રાહતની વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ 21 દર્દીઓમાંથી કોઈને પણ ઓક્સિજન સપોર્ટની જરૂર નથી કે નથી કોઈને આઈસીયુમાં રાખવામાં આવ્યા. કોવિડ 19 વાયરસ આનુવંશિક સૂત્ર નિર્ધારણ (નેક્સ્ટ જનરેશન જીનોમ સિક્વન્સિંગ) ની તપાસ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ તપાસ અંતર્ગત 11મા જૂથની તપાસ સંદર્ભે 230 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલની તપાસમાં આ બે નવા વેરિઅન્ટના કિસ્સા સામે આવ્યા છે.

આ પણ વાંચો :  દિલ્હીમાં પીએમ મોદી સાથે થયેલી બેઠકમાં થઈ આ મુદ્દે વાત, શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો

Published On - 6:28 pm, Wed, 6 April 22