Aryan Khan Drug Case: ગોસાવી-પ્રભાકરની ચેટ આવી સામે, આર્યન ખાનને ડ્રગ કેસમાં આ રીતે ફસાવાયો, 18 કરોડની વસુલીનું આ રહ્યું સબૂત

|

Nov 10, 2021 | 9:42 PM

આ ચેટ અમારી સહયોગી ચેનલ TV9 Bharatvarshને મળી છે. આ ચેટ 2જી ઓક્ટોબર અને 3જી ઓક્ટોબરની છે. ગોસાવીએ આ વોટ્સએપ મેસેજ પ્રભાકર સાઈલને મોકલ્યા હતા. આ ચેટના મેસેજ વાંચ્યા બાદ સ્પષ્ટ થાય છે કે કેવી રીતે કિરણ ગોસાવી એન્ડ કંપનીએ NCBના નામે વસુલીની જાળ ગોઠવી.

Aryan Khan Drug Case: ગોસાવી-પ્રભાકરની ચેટ આવી સામે, આર્યન ખાનને ડ્રગ કેસમાં આ રીતે ફસાવાયો, 18 કરોડની વસુલીનું આ રહ્યું સબૂત
કિરણ ગોસાવી આર્યન ખાન પ્રભાકર સાઈલ

Follow us on

આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drug Case) મોટો ખુલાસો સામે આવ્યો છે. હવે જે નવા પુરાવા સામે આવ્યા છે તે સાબિત કરે છે કે આર્યન ખાનની ધરપકડ કરીને શાહરૂખ ખાન (Shahrukh Khan) પાસેથી વસૂલાતનો આખો પ્લાન પહેલેથી જ તૈયાર હતો. કિરણ ગોસાવી (Kiran Gosavi) તેના બોડીગાર્ડ પ્રભાકર સાઈલ (Prabhakar Sail) સાથે મળીને આ આખો ખેલ રચી રહ્યો હતો. ગોસાવીને પહેલેથી જ ખબર હતી કે ડ્રગ્સ પાર્ટીમાં કોણ કોણ હાજરી આપવાનું છે. તે યાદી તેણે પ્રભાકર સાઈલને આપી દીધી હતી.

 

આ પછી જેમ જેમ ક્રુઝમાં લોકો આવી રહ્યા હતા. તેમ તેમ પ્રભાકર સાઈલ તેની માહિતી કિરણ ગોસાવીને આપતો હતો. આ પછી આર્યન ખાન પાસેથી વસુલીનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. 25 કરોડમાં સોદો થયો હતો અને સોદો 18 કરોડમાં નક્કી થયો હતો. આ તમામ વાર્તા ગોસાવી અને પ્રભાકરની વોટ્સએપ ચેટમાંથી બહાર આવી છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

 

આ ચેટ અમારી સહયોગી ચેનલ TV9 Bharatvarshને મળી છે. આ ચેટ 2જી ઓક્ટોબર અને 3જી ઓક્ટોબરની છે. ગોસાવીએ આ વોટ્સએપ મેસેજ પ્રભાકર સાઈલને મોકલ્યા હતા. આ ચેટના મેસેજ વાંચ્યા બાદ સ્પષ્ટ થાય છે કે કેવી રીતે કિરણ ગોસાવી એન્ડ કંપનીએ NCBના નામે વસુલીની જાળ ગોઠવી.

 

છેલ્લા બે દિવસથી (સોમવાર-મંગળવાર) 12-12 કલાક એનસીબીએ પ્રભાકર સાઈલની પૂછપરછ કરી છે. પ્રભાકર સાઈલે આ ચેટ્સ NCBને સોંપી દીધી છે. ચેટમાં જે બાબતો બહાર આવી છે, આ જ વાત પ્રભાકર સાઈલએ પોતાની એફિડેવિટમાં પણ  કહી છે.

 

કિરણ ગોસાવી અને પ્રભાકર સાઈલની ચેટ સામે આવી, આ રીતે ફસાઈ ગયો આર્યન ખાન

પહેલા 2 ઓક્ટોબરની ચેટ વિશે વાત કરીએ. એટલે કે જે દિવસે સમીર વાનખેડેના નેતૃત્વમાં NCB દ્વારા ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત અનેક લોકોને પકડવામાં આવ્યા હતા. પ્રભાકર સાઈલે પોતાના સોગંદનામામાં દાવો કર્યો છે કે NCBના દરોડા પહેલા પણ ગોસાવી પાસે 10 લોકોની યાદી હતી. તેની ધરપકડ માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

 

તારીખ 2 ઓક્ટોબર, ગોસાવી-પ્રભાકર ચેટમાંથી બહાર આવ્યો પુરાવો નં. 1

ગોસાવી અને પ્રભાકરની આ ચેટ તારીખ 2 ઓક્ટોબરની છે. આમાં પ્રથમ મેસેજ 1:23 વાગ્યે મોકલવામાં આવ્યો છે. કિરણ ગોસાવીએ કેટલાક લોકોના ફોટા વ્હોટ્સએપ પર પ્રભાકર સાઈલને મોકલીને કહ્યું હતું કે જો આ લોકો ક્રુઝ પર ગ્રીન ગેટની બહાર નીકળતા જોવા મળે તો જણાવવું. પ્રભાકરે પોતાના સોગંદનામામાં પણ આ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

 

આ વોટ્સએપ ચેટથી સ્પષ્ટ થાય છે કે ગોસાવીએ 10 લોકોના ફોટા પ્રભાકર સાઈલને મોકલ્યા હતા. તેમાંથી પ્રભાકર સાઈલ એકને ઓળખી પણ ગયો હતો અને તેની માહિતી ગોસાવીને વોટ્સએપ દ્વારા આપી હતી. આ વાતચીત વોટ્સએપના મેસેજમાં સામે આવી છે.

 

ગોસાવી- કોના સમોર ઓપન નકો કરુસ… (કોઈની સામે  ખોલીશ નહી.) બિહેવ લાઈક નોર્મલ પર્સન…

પ્રભાકર- યસ સર…

ગોસાવી –  આલી કા ? કાય ઘાતલે ? (આવી શું ?  શું પહેર્યું છે તેણે ?)

પ્રભાકર – શોર્ટ ડ્રેસ આહે પિંક ( પિંક શોર્ટ ડ્રેસ પહેર્યો છે)

ગોસાવી (એક ફોટો મોકલીને) – હી આહે કા ? (આ છે ?)

પ્રભાકર – વાઈટ ટી-શર્ટ, ફુલ દાઢી આહે તો (વાઈટ ટી-શર્ટમાં દાઢી વાળો છે)

 

વ્હોટ્સએપ ચેટમાં પ્રભાકરે ગોસાવીને સતત કહ્યું કે, ડ્રગ્સ પાર્ટીમાં કોણ આવ્યું?

 

એટલે કે, આ ચેટથી સ્પષ્ટ થાય છે કે ગોસાવી તેની સાથે રાખવામાં આવેલી યાદીમાંથી દરેકને ઓળખી રહ્યો છે અને પ્રભાકર ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં હાજરી આપવા માટે આ યાદીમાં કોણ કોણ સામેલ છે તેની માહિતી સતત આપી રહ્યો છે. આ પછી ગોસાવી પ્રભાકરને ચેટ મેસેજ દ્વારા જાણ કરે છે-

ગોસાવી- ભેટલા… 13 લોક ઘેટલે આતા પર્યંત  (પકડ્યા… અત્યાર સુધીમાં 13 લોકો પકડાયા)

પ્રભાકર (ગોસાવીએ મોકલેલો ફોટો બતાવે છે) – હાચ હોતા ના? (આ જ હતો ને ?)

 

પ્રભાકરની એફિડેવિટ મુજબ લગભગ 4:23 વાગ્યે, ગોસાવીએ તેમને કહ્યું કે NCBએ આ કેસમાં 13 લોકોની ધરપકડ કરી છે. એટલે કે મુંબઈ ક્રૂઝની ડ્રગ્સ પાર્ટીમાં કોણ આવશે. તેની યાદી ગોસાવી પાસે પહેલેથી જ હતી. ગોસાવી દ્વારા તેને સતત ટ્રેક કરવામાં આવી રહ્યો હતો, જેથી તેને જાળમાં ફસાવી શકાય અને બાદમાં NCBના નામે સંબંધિત લોકો પાસેથી વસૂલાત કરી શકાય.

 

તારીખ 3 ઓક્ટોબર, ગોસાવી-પ્રભાકર ચેટમાંથી સામે આવ્યો પુરાવો નં 2

અત્યાર સુધી ક્રુઝમાંથી લોકો પકડાઈ ગયા હતા. ગોસાવીએ હવે રિકવરીની રમત શરૂ કરી દીધી હતી. એટલે કે આ બીજા દિવસની વોટ્સએપ ચેટ છે. આ ચેટ પ્રભાકર સાઈલ અને કેપી ગોસાવી વચ્ચે છે. આ ચેટમાં કિરણ ગોસાવી પ્રભાકર સાઈલને મેસેજ કરીને કહે છે કે તે હાજી અલી  જઈને પહેલા કહેલું કામ પૂરું કરે.

(તારીખ – 3 ઓક્ટોબર 2021; સમય – 08:16 મિનિટ)

ગોસાવી- Go to Hajiali…Complete work which I told…Come back to home

પ્રભાકર- Yes sir

ગોસાવી-  lock the door and throw key inside hall from window (તાળું લગાવી દેવું અને ચાવી બારીમાંથી હોલમાં ફેંકી દેવી )

પ્રભાકર- yes

ગોસાવી-  Go fast and come fast (જ્લ્દી જાવ અને જલ્દી આવ)

 

પ્રભાકર સાઈલની એફિડેવિટ મુજબ ગોસાવીએ તેને હાજી અલી પાસે જવા અને ઈન્ડિયાના હોટલ પાસે કોઈને મળીને  50 લાખ રૂપિયા રોકડા લેવા કહ્યું હતું. સવારે 9:45 વાગ્યે પ્રભાકર ઉલ્લેખિત જગ્યાએ પહોંચી ગયો. ત્યાં એક સફેદ રંગની કાર આવી અને તેણે પૈસા ભરેલી 2 બેગ પ્રભાકરને આપી. એટલે કે આ બંને વ્હોટ્સએપ ચેટ્સમાં ખુલાસો થયો છે કે કેવી રીતે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં આવનાર મુલાકાતીઓમાંથી કોને પકડવા અને પછી કેવી રીતે વસુલી કરવી.

 

આ પણ વાંચો :  દાઉદ ઈબ્રાહિમનો નજીકનો વ્યક્તિ રિયાઝ ભાટી PM મોદીના કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યો? ફડણવીસના આરોપ પર નવાબ મલિકનો પલટવાર

Next Article