Maharashtra: જાણો શિવાજી પાર્ક અને લતા દીદીના અંતિમ સંસ્કાર વચ્ચે શું છે કનેક્શન ?

શિવાજી મેદાન સાથે જોડાયેલી બીજી રસપ્રદ વાત એ છે કે સચિન તેંડુલકર જે લતા દીદીની ખૂબ નજીક રહેતા હતા. તેમણે આ ગ્રાઉન્ડમાં બેટિંગનું કૌશલ્ય શીખ્યું, ત્યારબાદ તેમણે પોતાના દેશ અને દુનિયામાં નામ રોશન કર્યું. 

Maharashtra: જાણો શિવાજી પાર્ક અને લતા દીદીના અંતિમ સંસ્કાર વચ્ચે શું છે કનેક્શન ?
Lata Mangeshkar (Photo : Instagram)
| Edited By: | Updated on: Feb 07, 2022 | 7:38 PM

મહારાષ્ટ્રની (Maharashtra) આર્થિક રાજધાની મુંબઈના (Mumbai) દાદર વિસ્તારમાં આવેલા શિવાજી પાર્ક ગ્રાઉન્ડમાં આ મેદાન સાથે સબંધિત ઘણી બધી બાબતો છે, જેના કારણે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) આ મેદાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવાનું યોગ્ય માન્યું. આવી સ્થિતિમાં પહેલી વાત એ હતી કે બાળ ઠાકરે દશેરાના દિવસે આ મેદાનમાં રેલી કરતા હતા. તેમના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર પણ આ મેદાનમાં કરવામાં આવ્યા હતા. તેમનું સ્મારક અહીં બનાવવામાં આવ્યું છે. જોકે ઠાકરે પરિવાર લતા દીદીના ખૂબ નજીક હતા. હાલ મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવાર સત્તા પર છે, તે પણ એક કારણ છે કે લતા દીદીના અંતિમ સંસ્કાર આ મેદાનમાં કરવામાં આવ્યા.

શિવાજી મેદાન સાથે જોડાયેલી બીજી રસપ્રદ વાત એ છે કે સચિન તેંડુલકર જે લતા દીદીની ખૂબ નજીક રહેતા હતા. તેમણે આ ગ્રાઉન્ડમાં બેટિંગનું કૌશલ્ય શીખ્યું, ત્યારબાદ તેમણે દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું.  તે પછી લતા દીદીની જેમ તેમને પણ ભારત રત્નનો ખિતાબ મળ્યો. જો કે, આ મેદાનની બીજી એક ખાસ વાત એ છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ હમણાં જ એક નવો બંગલો બનાવ્યો છે, જેનું નામ છે શિવતીર્થ, તે બંગલાની બાલ્કની આ મેદાન તરફ છે. તેઓ પણ લતા દીદીની ખૂબ નજીક છે.

રાજ ઠાકરે લતા દીદીને માતાનો દરજ્જો આપતા હતા. આવી સ્થિતિમાં લતા દીદીના નિધનના સમાચાર મળતા જ રાજ ઠાકરે સમગ્ર પરિવાર સાથે લતા દીદીના ઘરે પહોંચ્યા હતા.

BJP નેતા રામ કદમે CM ઠાકરેને કરી અપીલ, ‘શિવાજી પાર્કમાં બને લતા દીદીનું સ્મારક’

આ બધા કારણોસર લતા દીદીના પણ અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક મેદાનમાં કરવામાં આવ્યા. પરંતુ અંતિમ સંસ્કાર પછી જ અને સૌથી પહેલા ભાજપના પ્રવક્તા રામ કદમે એક રાજકીય કાર્ડ રમ્યું. તેમણે માંગ ઉઠાવી છે કે રાજ્ય સરકારે  લતા દીદીનું સ્મારક પણ આ મેદાનમાં બનાવવું જોઈએ. આ દરમિયાન, તેમણે કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેને વિનંતી છે કે, જનતાની આ માંગને માન આપીને, સ્મારક પર તાત્કાલિક બાંધકામ કરવામાં આવે. આ સાથે, આ સ્થાન વિશ્વ માટે પ્રેરણા સ્થળ બનવું જોઈએ.

મહારાષ્ટ્રમાં આજે જાહેર રજા

ઉલ્લેખનીય છે કે ભારત રત્ન લતા મંગેશકરના નિધનના શોકમાં મહારાષ્ટ્ર સરકારે આજે સોમવારે રાજ્યમાં રજા જાહેર કરી છે. આ અંતર્ગત રાજ્ય સરકારની ઓફિસોની જેમ કેન્દ્ર સરકારની તમામ ઓફિસો પણ બંધ રહી. તમામ રાષ્ટ્રીય બેંકો, શાળાઓ અને કોલેજો બંધ રહી, જ્યારે લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ રજા જાહેર કરવામાં આવી હતી. રાજ્ય સરકારને આપવામાં આવેલી વિશેષ સત્તા હેઠળ આ રજા જાહેર કરવામાં આવી.

આ પણ વાંચો :  Lata Mangeshkar: દિવંગત લતા મંગેશકરના સન્માનમાં બહાર પાડવામાં આવશે પોસ્ટલ ટીકીટ, કેન્દ્રીય રેલ્વે મંત્રીએ આપી માહિતી