Weather: અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયુ લો પ્રેશર, કેરળ-કર્ણાટક સહિત સાત રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

|

Nov 17, 2021 | 8:56 AM

ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિન અનુસાર, આગામી પાંચ દિવસ સુધી તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ રહેશે. દરમિયાન, ગોવા, મહારાષ્ટ્ર અને કોંકણમાં તોફાની પવન અને વીજળી પડવાની સંભાવના છે.

Weather: અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયુ લો પ્રેશર, કેરળ-કર્ણાટક સહિત સાત રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Satellite image

Follow us on

ભારતમાં શિયાળો લગભગ આવી ગયો છે, છતાં ઘણા દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કેટલાકના મૃત્યુ પણ થાય છે. કેરળમાં (Kerala) ભૂસ્ખલન (Landslides) જેવી વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે.

દરમિયાન, કર્ણાટકના દક્ષિણ ભાગમાં પડેલા બેંગલુરુમાં ભારે વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગના (Indian Meteorological Department) જણાવ્યાનુસાર, સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી (Rainfall forecast) કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ સુધી તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ પડશે
નવીનતમ IMD બુલેટિન અનુસાર, આગામી પાંચ દિવસ સુધી તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ ચાલુ રહેશે. દરમિયાન, ગોવા, મહારાષ્ટ્ર અને કોંકણમાં આંધી અને વીજળી પડવાની સંભાવના છે. દરમિયાન, ગોવા, મહારાષ્ટ્ર અને કોંકણ સિવાય સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાવાઝોડા અને વીજળીની આગાહી કરવામાં આવી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

IMD બુલેટિનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbances) 18 નવેમ્બરથી ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગો પર અસર કરે તેવી શક્યતા છે. હાલમાં ભારત ઉપર બે લો પ્રેશર એરિયા (Low pressure) અને બે સાયક્લોનિક સરક્યુલેશન )Cyclonic circulation) છે.

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાયુ છે. જે લગભગ પશ્ચિમ તરફ આગળ વધશે અને 18 નવેમ્બરના રોજ દક્ષિણ આંધ્ર પ્રદેશ-ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠાને અડીને આવેલા બંગાળની ખાડીના દક્ષિણપશ્ચિમ સુધી પહોંચે તેવી ધારણા છે.

જ્યારે વધુ એક લો પ્રેશર પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયુ છે. IMD બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, કર્ણાટકના કિનારે આવેલ અરબી સમુદ્ર આગામી 36 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આ લો પ્રેશર જવાની સંભાવના છે.

લો પ્રેશરની સાથોસાથ સાયક્લોનિક સરક્યુલેશનન બની રહ્યુ છે. જે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરની સાથે સંકળાયેલું છે. આ સ્થિતિને કારણે, તમિલનાડુ, કર્ણાટક અને કેરળ સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ

IND vs NZ 1st T20I: રોહિત શર્માએ 9 વર્ષ પહેલા કરેલો મેસેજ હવે વાયરલ થવા લાગ્યો, આજથી ફુલ ટાઇમ કેપ્ટન તરીકે શરુ કરી રહ્યો છે કરિયર

આ પણ વાંચોઃ

Droom Technologies IPO: ઓટોમોબાઈલ ઈ-કોમર્સ કંપનીએ SEBI સમક્ષ દસ્તાવેજ સંબિત કર્યા, 3000 કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના

Next Article