મુંબઈમાં 17 ફેબ્રુઆરીથી વોટર ટેક્સી શરૂ થશે, મુંબઈ-નવી મુંબઈ વચ્ચે 45 મિનિટમાં પૂરી થશે મુસાફરી

|

Feb 14, 2022 | 3:34 PM

પ્રારંભિક તબક્કે ચાર ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવશે. સ્પીડ બોટનો ઉપયોગ વોટર ટેક્સી તરીકે કરવામાં આવશે.

મુંબઈમાં 17 ફેબ્રુઆરીથી વોટર ટેક્સી શરૂ થશે, મુંબઈ-નવી મુંબઈ વચ્ચે 45 મિનિટમાં પૂરી થશે મુસાફરી
Water taxi service to be launched in Mumbai (symbolic image)

Follow us on

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ટૂંક સમયમાં જ વોટર ટેક્સી (Water Taxi in Mumbai) સેવા શરૂ થવા જઈ રહી છે. વોટર ટેક્સી સેવા આગામી 17 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી રહી છે. તે મુંબઈ (Mumbai) અને નવી મુંબઈને (Navi Mumbai) જોડશે. આ સેવા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં શરૂ કરવામાં આવશે. વોટર ટેક્સી સેવા શરૂ થયા બાદ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી શરૂ કરવાની યોજના ત્રણ દાયકા જૂની હતી પરંતુ હવે તે ફળીભૂત થઈ છે. મોદી સરકારે જળમાર્ગ કાર્યક્રમ પર ભાર મૂક્યો છે.

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB)અને સિડકોએ (CIDCO) આ પ્રોજેક્ટ ઉપર સાથે મળીને કામ કર્યું છે. વોટર ટેક્સી માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલો રૂટ દક્ષિણ મુંબઈમાં ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને નવી મુંબઈમાં બેલાપુર વચ્ચેનો છે. બીજો માર્ગ બેલાપુર અને એલિફન્ટા ગુફાઓ વચ્ચેનો છે અને ત્રીજો માર્ગ બેલાપુર અને જેએનપીટી (Jawahar Lal Nehru Port) વચ્ચેનો છે. બાદમાં વોટર ટેક્સીઓને માંડવા, રેવાસ, કરંજા જેવા સ્થળો સાથે જોડવામાં આવશે.

મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં ચાર ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવશે. સ્પીડ બોટનો ઉપયોગ ટેક્સી તરીકે કરવામાં આવશે. સ્પીડ બોટની મદદથી જ લોકોની અવરજવર થશે. સામાન માટે કેટામરન્સનો ઉપયોગ કરવામાં આવશે. વોટર ટેક્સીના ભાડા અંગે હાલ કહેવુ મુશ્કેલ હોવાનું તેમણે જણાવ્યુ હતું.

8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

અડધા સમયમાં પૂર્ણ થશે મુસાફરી

એક ઓપરેટર હાલમાં ડીસીટી અને બેલાપુર વચ્ચે કેટામરન માટે રૂ. 290 ચાર્જ કરી રહ્યા છે. આ રૂટ ઉપરનો માસિક પાસ માટેનો દર 12 હજાર રૂપિયા છે. કેટમેરન્સની મદદથી આ યાત્રા 40થી 50 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. સ્પીડ બોટનું ભાડું 800થી 1200 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ ભાડું ડીસીટીથી બેલાપુર વચ્ચેનું હશે અને બંને વચ્ચેનું અંતર 25થી 30 મિનિટમાં કાપી શકાશે. એકવારવોટર ટેક્સી સેવા શરૂ થતાં 1.5 કલાકની મુસાફરીનો સમય ઘટીને 45 મિનિટમાં પૂર્ણ થશે.

12 રૂટ પર વોટર ટેક્સી સેવા શરૂ કરવાની યોજના

અગાઉ એપ્રિલ 2020માં તત્કાલિન શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે વોટર ટેક્સી 12 રૂટ પર ચલાવવામાં આવશે. તે સમયે નેરુલ, બેલાપુર, વાસી, અરૌલી, રેવાસ, કરંજા, ધરમતર, કન્હૌજી અને થાણેના નામ ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલથી ચર્ચામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ

મુંબઈગરાઓ માટે ખુશખબર : હવે એક જ કાર્ડથી બસ, ટ્રેન અને મેટ્રોમાં કરી શકાશે મુસાફરી

આ પણ વાંચોઃ

મહારાષ્ટ્રઃ કિરીટ સોમૈયાના સ્વાગતમાં નિયમો ભુલાયા, BJP શહેર પ્રમુખ સહિત 300 લોકો સામે કેસ દાખલ

Published On - 3:33 pm, Mon, 14 February 22