Mumbai : મુંબઈગરાઓ માટે ખુશખબર, શહેરમાં આજથી વોટર ટેક્સીની થશે શરૂઆત

|

Feb 17, 2022 | 3:03 PM

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) અને CIDCO એ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું છે.રાજ્ય મંત્રી અસલમ શેખે કહ્યુ કે, આજથી મુંબઈ અને બેલાપુર વચ્ચે વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી રહી છે.

Mumbai : મુંબઈગરાઓ માટે ખુશખબર, શહેરમાં આજથી વોટર ટેક્સીની થશે શરૂઆત
Water Taxi (File Photo)

Follow us on

Mumbai : મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વોટર ટેક્સી સેવા (Water Taxi) શરૂ થવા જઈ રહી છે. મુસાફરો હવેથી મુંબઈથી બેલાપુર સુધી વોટર ટેક્સીની મજા માણી શકશે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (Maharashtra Maritime Board) અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટનો (Mumbai Port Trust) મહત્વાકાંક્ષી વોટર ટેક્સી પ્રોજેક્ટ ગુરુવારથી શરૂ થવા જઈ રહ્યો છે.

બેલાપુર માત્ર 30 મિનિટમાં પહોંચી શકાશે

રાજ્યના બંદર અને પાલક મંત્રી અસલમ શેખે જણાવ્યું હતુ કે, મુંબઈ અને બેલાપુર વચ્ચે 10 થી 30 મુસાફરોની ક્ષમતાવાળી 7 સ્પીડબોટ અને 56 મુસાફરોની ક્ષમતાવાળી એક કેટામરન બોટ સાથે વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેથી માત્ર 30 મિનિટમાં સ્પીડ બોટ દ્વારા અને 45 થી 50 મિનિટમાં કેટામરન બોટ દ્વારા દક્ષિણ મુંબઈના બેલાપુર પહોંચવું શક્ય બનશે.

વોટર ટેક્સી માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) અને CIDCO એ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું છે. વોટર ટેક્સી માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલો રૂટ દક્ષિણ મુંબઈમાં ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને નવી મુંબઈમાં બેલાપુર વચ્ચેનો છે. બીજો માર્ગ બેલાપુર અને એલિફન્ટા ગુફાઓ વચ્ચેનો છે અને ત્રીજો માર્ગ બેલાપુર અને JNPT(જવાહર લાલ નહેરુ બંદર) વચ્ચેનો છે. બાદમાં વોટર ટેક્સીઓને માંડવા, રેવાસ, કરંજા જેવા સ્થળો સાથે જોડવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અત્યારે સ્પીડબોટનું ભાડું 800 થી 1200 રુપિયા સુધીનુ છે. જ્યારે કેટામરન માટે પ્રતિ પેસેન્જર 290 રૂપિયા ચૂકવવા પડશે.તમને જણાવવુ રહ્યુ કે, નવી મુંબઈના બેલાપુરમાં લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર જેટી બનાવવામાં આવી છે.

શરૂઆતમાં 4 ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી

મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB)ના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, શરૂઆતમાં 4 ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્પીડ બોટનો ઉપયોગ ટેક્સી તરીકે કરવામાં આવશે. તે જ સમયે, સ્પીડ બોટની મદદથી જ લોકોની અવરજવર થશે. જ્યારે સામાન માટે કેટામરન્સનો ઉપયોગ કરવામાં આવશે.

એક ઓપરેટર હાલમાં ડીસીટી અને બેલાપુર વચ્ચે કેટામરન્સ માટે 290 રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે માસિક પાસ 12 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. કેટમેરન્સની મદદથી આ યાત્રા 40-50 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. સ્પીડ બોટનું ભાડું 800-1200 રૂપિયાની વચ્ચે રાખવામાં આવ્યુ છે.આ ભાડું ડીસીટીથી બેલાપુર વચ્ચેનું હશે અને બંને વચ્ચેનું અંતર 25-30 મિનિટમાં કાપી શકાશે.

 

આ પણ વાંચો:  Maharashtra: ‘તેમની પાસે સ્ટેટ એજન્સી છે તો અમારી પાસે સેન્ટ્રલ એજન્સી છે’, શિવસેનાના નેતા સંજય રાઉત પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો પ્રહાર

આ પણ વાંચો: બપ્પી લહેરીનો પુત્ર, પત્ની અને પુત્રી સાથે મુંબઈ પહોંચ્યા, ગાયકના અંતિમ સંસ્કાર આજે થશે

Published On - 3:03 pm, Thu, 17 February 22

Next Article