Video : કોલ્હાપુરમાં વીજળી પડવાના દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ, આ જબરદસ્ત વિસ્ફોટ જોઈને તમે પણ ચોંકી જશો !

મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટના સામે આવી હતી. ત્યારે એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Video : કોલ્હાપુરમાં વીજળી પડવાના દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ, આ જબરદસ્ત વિસ્ફોટ જોઈને તમે પણ ચોંકી જશો !
lightning falling in Maharashtra
| Edited By: | Updated on: Sep 23, 2021 | 4:27 PM

Maharashtra: દેશમાં ચોમાસાની વિદાયનો આ સમય છે, છતાં અમુક રાજ્યોમાં વરસાદ બંધ થવાનુ નામ નથી લઈ રહ્યો. વરસાદ સાથે વીજળી પડવાના પણ ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં (Kolhapur) વીજળી પડવાની ઘટના સામે આવી છે.

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેદ થયેલા દિલ ધડક દ્રશ્યો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

એક વ્યક્તિએ આ ઘટના રેકોર્ડ કરીને દાવો કર્યો છે કે સપાટી પર વીજળી પડ્યા બાદ ત્યાં વિસ્ફોટ થયો હતો. તમને જણાવી દઈએ કે આ ઘટના 4 મે, 2021 ની છે, પરંતુ 21 સપ્ટેમ્બરે તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવ્યો છે, જે બાદ તે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીજળી પડ્યા બાદ થયો વિસ્ફોટ

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરતા રાકેશે લખ્યું કે, ‘હું લંચ કરીને  ઉંઘી રહ્યો હતો. બાદમાં હવામાન બદલાયું અને પવન ફૂંકાવા લાગ્યો. હું મારા એપાર્ટમેન્ટની ખૂબ નજીક વાદળોની (Sky) ગર્જના સાંભળીને ઉભો થયો અને બારી બહાર જોયું તો વીજળી પડવાની સાથે જોરદાર વિસ્ફોટ થતો જોવા મળ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો: 9 ઓક્ટોબરથી શરૂ થશે મુંબઈ-સિંધુદુર્ગની ફ્લાઈટ, એલાયન્સ એરની ફ્લાઈટ ભરશે ઉડાન, જાણો શું હશે ભાડુ

આ પણ વાંચો:  Maharashtra: પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી, રાજ્ય સરકારે અન્ય એક કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોને તપાસને આપી મંજૂરી

Published On - 4:11 pm, Thu, 23 September 21