Vaccination in Mumbai: ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટરના તાળા ખુલ્યા, જાણો લોકોને કેવી પડી રહી છે હાલાકી

|

Jul 13, 2021 | 8:41 AM

મુંબઈમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સોમવારે ફરી શરુ થયું. પરંતુ મળેલા ડોઝ જોઇને લાગે છે કે માંડ બે દિવસ જ આ વેક્સિનેશન ચાલશે. ચાલો જાણીએ વિગતે.

Vaccination in Mumbai: ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટરના તાળા ખુલ્યા, જાણો લોકોને કેવી પડી રહી છે હાલાકી
Vaccination starts in Mumbai after three days (File Image - PTI)

Follow us on

ત્રણ દિવસના વિરામ બાદ 12 જુલાઈએ મુંબઈમાં વેક્સિનેશન (Vaccination in Mumbai) શરુ કરવામાં આવ્યું. સ્ટોક ના હોવાના કારણે ત્રણ દિવસ સુધી વેક્સિન (Vaccine) સેન્ટરો બંધ રહ્યા. જોકે કહેવામાં આવી રહ્યું હતું કે 21 જુનથી વેક્સિનની ઉણપ દુર થઇ જશે પરંતુ એવું કંઈ થયું નહીં. તેના લગભગ 15 દિવસ બાદ જ વેક્સિનની ઉણપના કારણે વેક્સિન સેન્ટરો પર તાળા લગાવી દેવામાં આવ્યા.

સામાન્ય લોકોને પડી રહી છે હાલાકી 

આ વચ્ચે મુંબઈને સામાન્ય નાગરિકો અલગ મુસીબત સહન કરી રહ્યા છે. મહારાષ્ટ્રના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે જ્યાં સુધી 50-60 ટકા લોકોને વેક્સિન નહીં મળી જાય ત્યાં સુધી સામાન્ય નાગરિકો માટે મુંબઈ લોકલ (Mumbai Local) શરુ નહીં થાય. આવું જ નિવેદન સ્વાસ્થ્ય મંત્રીએ પણ આપ્યું છે કે બાળકોને વેક્સિન નહીં મળે ત્યાં સુધી સ્કૂલ (Mumbai School) નહીં ખુલે. એક તરફ વેક્સિનનો સ્ટોક પુરતો નથી અને બીજી તરફ સામાન્ય માણસના જીવનને પાટા પર લાવવા માટે વેક્સિનની રાહ જોવી જ એક રસ્તો બચ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

હાલમાં મુંબઈને 1 લાખ 35 હજાર વેક્સિન મળી છે. મુંબઈની ક્ષમતા રોજની એક લાખ વેક્સિન લગાવવાની છે. આ ગણતરી મુજબ સ્ટોક બે દિવસ પણ ચાલે એમ નથી.

કેન્દ્ર સરકારે નીમેલી સમિતિની દિલ્હી બેઠકમાં મહારાષ્ટ્રને માંગ મુજબ વેક્સિન આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ આંકડા કંઇક વિપરીત સ્થિતિ દર્શાવે છે. એક તરફ વેક્સિનેશનની ગતિ વધારવી જરૂરી છે, તો બીજી તરફ સ્ટોકની માત્રા ઓછી છે. BMC એ પણ મુંબઈને વસ્તીના હિસાબે વેક્સિન આપવાની આપીલ કરી છે. પરંતુ આ વાત પણ માનવામાં નથી આવી.

ગર્ભવતી મહિલાઓને વેક્સિન

BMC એ ગર્ભવતી મહિલાઓને વેક્સિન (Vaccine for Pregnant Women) આપવાની શરૂઆત સોમવારથી કરવાની હતી. ડોક્ટર્સની ટ્રેનીંગ પૂરી ન થઇ હોવાના કારણે ગર્ભવતી મહિલાઓનું વેક્સિનેશન હજુ અટક્યું હતું. પ્રાઈવેટ હોસ્પિટલોમાં સોમવાર અને BMC હોસ્પિટલોમાં આ વેક્સિનેશન ગુરુવારથી શરુ થઇ શકે તેવા અહેવાલ હતા.

આઈડી અને દસ્તાવેજો વગર વેક્સિન

જે લોકોની પાસે કોઈ આઈડી અથવા દસ્તાવેજો નથી તેમને પણ રસી આપવામાં આવશે. આ માટે, દરેક વિભાગમાં આવા કેટલા લોકો છે, તેનો સર્વે કરવામાં આવશે. આ પછી તે લોકોના રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ રસીકરણ વિના રહે નહીં તે BMC નો પ્રયાસ છે.

 

આ પણ વાંચો: સોનિયા, રાહુલ અને પ્રિયંકાનું mission 2022: વિધાનસભાની ચૂંટણી માટે આ રાજ્યોમાં બેઠક, જાણો પ્લાનિંગ

Published On - 8:40 am, Tue, 13 July 21

Next Article