બંદુકની ગોળી છે કે બરફના કરા ? મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનો VIDEO થયો વાયરલ

મહારાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદને કારણે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે.જેનો એક વીડિયો સોશિયલમ મીડિયામાં વાયરલ થયો છે.

બંદુકની ગોળી છે કે બરફના કરા ? મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનો VIDEO થયો વાયરલ
| Edited By: | Updated on: Mar 19, 2023 | 8:39 AM

Maharashtra : દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે પવન સાથે વરસાદ તો ક્યાંક બરફના કરા પણ જોવા મળી રહ્યા છે,ત્યારે મહારાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદને કારણે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે.જેનો એક વીડિયો સોશિયલમ મીડિયામાં વાયરલ થયો છે.તમે બરફન કરાને ક્યારેય બંદુકની ગોળીની જેમ વરસતા જોયા છે. જી હા…મહારાષ્ટ્રનો આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર છવાયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના કલામનુરી તહસીલના બાભલી ગામનો છે.મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પારવાર નુકશાન પહોંચ્યુ છે, ત્યારે આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

 

ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા

અચાનક વરસાદની મોસમમાં ગરમ ​​પવનો ફૂંકાવા લાગે છે, શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થાય છે.હવે માર્ચ મહિનામાં કમોસમી વરસાદ શરૂ થયો છે.જેને પગલે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. જોકે હજુ પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.