દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં ખોટા આરોપ બદલ ફસાયા આ કેન્દ્રીય મંત્રી, મુંબઈમાં FIR દાખલ

|

Feb 27, 2022 | 2:40 PM

મુંબઈના મેયર અને શિવસેનાના નેતા કિશોરી પેડનેકરે રાજ્ય મહિલા આયોગને ફરિયાદ કરી હતી કે દિશા સલિયાનના મૃત્યુ પછી તેના ચરિત્રને ઉછાળવામાં આવી રહ્યું છે.

દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં ખોટા આરોપ બદલ ફસાયા આ કેન્દ્રીય મંત્રી, મુંબઈમાં FIR દાખલ
Union Minister Narayan Rane (File Photo)

Follow us on

Maharashtra : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં (Disha Salian Case) ખોટા આરોપો લગાવવા બદલ મુંબઈના (Mumbai)  માલવાણી પોલીસ સ્ટેશનમાં BJP નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan Rane) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

નારાયણ રાણેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં લગાવ્યો આ ગંભીર આરોપ

આ FIR રાજ્ય મહિલા આયોગની ફરિયાદ પર નોંધવામાં આવી છે. નારાયણ રાણેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, દિશા સાલિયાન તેમના મૃત્યુની રાત્રે પાર્ટીમાં આવવા માગતી ન હતી. તેમને બળજબરીથી પાર્ટીમાં બોલાવવામાં આવી હતી. દિશા પર ત્રણ-ચાર લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. તે પાર્ટીના એક મંત્રી પણ તેમના સુરક્ષાકર્મીઓ સાથે ત્યાં હાજર હતા. સુશાંત સિંહે કહ્યું હતું કે, તે આરોપીઓને છોડશે નહીં. જેના કારણે તેની પણ હત્યા કરવામાં આવી હતી.

દિશા સાલિયાનના મૃત્યુ પછી તેના ચરિત્રને ઉછાળવામાં આવી રહ્યું છે  : કિશોરી પેડનેકર

ઉલ્લેખનીય છે કે, નારાયણ રાણેના પુત્ર અને બીજેપી ધારાસભ્ય નિતેશ રાણે (Nitesh Rane)  પણ દિશા સાલિયાન સાથેના બળાત્કારની વારંવાર વાત કરી રહ્યા છે.આ તમામ બાબતોને લઈને મુંબઈના મેયર અને શિવસેનાના નેતા કિશોરી પેડનેકરે રાજ્ય મહિલા આયોગને ફરિયાદ કરી હતી કે દિશા સાલિયાનના મૃત્યુ પછી તેના ચરિત્રને ઉછાળવામાં આવી રહ્યું છે.આ પછી મહિલા આયોગે માલવણી પોલીસ સ્ટેશનથી દિશા સાલિયાન કેસ સાથે સંબંધિત રિપોર્ટ મંગાવ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દિશાના માતા-પિતાએ પણ રાણે વિરુદ્ધ મહિલા આયોગમાં ફરિયાદ કરી હતી

તમને જણાવી દઈએ કે,દિશા સાલિયાનના માતા-પિતાએ પણ તેમની પુત્રીના મૃત્યુ બાદ દિશા પર રમાઈ રહેલા રાજકારણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે આ મામલે મહિલા આયોગને ફરિયાદ પણ કરી હતી. આ પછી મહિલા આયોગે માલવણી પોલીસ સ્ટેશન પાસેથી રિપોર્ટ માંગ્યો.જે રિપોર્ટમાં દિશા સાલિયાનના પોસ્ટ મોર્ટમ રિપોર્ટનો પણ સમાવેશ થાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દિશા સાલિયાન પર બળાત્કાર થયો હોવાનો કોઈ ઉલ્લેખ નથી. આ પછી મહિલા આયોગે નારાયણ રાણે પર ખોટા આરોપો લગાવવા બદલ માલવણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પર કાર્યવાહી કરતા માલવણી પોલીસે નારાયણ રાણે સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો : Maharashtra Corona Restrictions: મહારાષ્ટ્રમાંથી કોરોનાના તમામ નિયંત્રણો હટાવવામાં આવશે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લીધો નિર્ણય

Published On - 2:37 pm, Sun, 27 February 22

Next Article