મુંબઈની પાસે આવેલા થાણેમાં શિવસેનાની શાખાની એક ઓફિસ પર કબ્જાને લઈ મોડી રાત્રે મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે સમર્થકોની વચ્ચે અથડામણ થયું. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને મામલો વધતાં જ વર્તક નગર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જૂથોના કાર્યકર્તાઓને કાબૂમાં લીધા. તેની પર સંજય રાઉતે આજે મીડિયા સાથે વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું ‘થાણેમાં જે થઈ રહ્યું છે, તે બંધ કરો, મર્દ હોય તો સામે આવીને મર્દની જેમ લડો’.
સંજય રાઉતે કહ્યું કે સરકાર તરફથી સત્તા અને પોલીસની તાકાતનો ઉપયોગ થઈ રહ્યો છે. ઉદ્ધવની ખેડની સભા બાદ તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ છે પણ આ બધુ માત્ર થાણે સુધી જ ચાલી શકે છે. રાઉતે કહ્યું કે શિંદે જૂથનો ઉપયોગ કરીને ભાજપ તેને ફેંકી દેશે, ત્યારે તેમને સમજાશે.
આ પણ વાંચો: DC vs UP Live Score, WPL 2023 : આજે વર્લ્ડ ચેમ્પિયન ટીમની કેપ્ટન વચ્ચે ટક્કર, ટૂંક સમયમાં થશે ટોસ
શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે સંજય રાઉત કેટલીક બાબતોને મોડેથી સમજે છે. શિંદે જૂથને સમજાયું કે શિવસેના હિન્દુત્વના માર્ગથી ભટકી ગઈ છે, તેથી અમે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રને ફરીથી સાચી દિશા આપવાનું કામ કર્યું. આમાં ભાજપે શિંદે જૂથનો ઉપયોગ કરવાની વાત ક્યાંથી આવે છે? વાસ્તવમાં મહારાષ્ટ્રમાં જે ડબલ એન્જિન સરકાર વિકાસના પંથે ઝડપી ગતિએ આગળ વધી રહી છે, તેના સંજય રાઉતને પેટમાં દુ:ખાવો થઈ રહ્યો છે.
બે દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેએ કોંકણમાં ઘેડની સભામાં આહ્વાન કર્યુ હતું કે જેમણે આપણું ધનુષ્ય અને બાણ ચોર્યા છે તેમને મારો પડકાર છે. ચૂંટણી જંગમાં તેઓ ધનુષ અને તીર લાવે છે, અમે અમારી મશાલ લાવીએ છીએ. ચાલો જોઈએ કોની પાસે હિંમત છે. તેના જવાબમાં સીએમ શિંદેએ કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેના વિચારો અને હિન્દુત્વ કોઈની ખાનગી મિલકત નથી. આ રીતે શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે ફરી એકવાર ઝઘડો શરૂ થયો.