Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક પોસ્ટ વાયરલ થતી જોવા મળે છે,જેમાં કેટલીક પોસ્ટ એવી હોય છે.જે પોસ્ટ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બને છે.ત્યારે તાજેતરમાં આવી જ એક પોસ્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.સુનંદન લેલેએ સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો શેર કરીને આ ખુરશી વિશે જણાવ્યુ છે.આ ખુરશીની મુસાફરીનું કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે.
ખુરશીએ મહારાષ્ટ્રથી યુકેના માન્ચેસ્ટર સુધીની સફર કરી
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ખુરશી જોવા મળી રહી છે.અને એક વ્યક્તિ આ ખુરશી વિશે જણાવે છે કે,આ ખુરશીએ મહારાષ્ટ્રથી યુકેના માન્ચેસ્ટર (Manchester)સુધીની સફર કરી છે.આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો આ મુસાફરીનું કારણ જાણવા માટે ઉત્સુક હતા.
જુઓ વીડિયો
ખુરશી લોકોમાં ચર્ચાનો વિષય બની
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી lelesunandan દ્વારા શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોમાં તે ખુરશી વિશે જણાવે છે કે, માન્ચેસ્ટરના અલ્ટ્રિંચમમાં લટાર મારતી વખતે તેણે આ ખુરશી જોઈહતી. લોખંડની આ ખુરશી રેસ્ટોરન્ટ સેટઅપનો એક ભાગ છે અને ખુરશીની પાછળ મરાઠીમાં (Marathi) લખ્યુ છે કે, ‘બાલુ લોખંડે, સાવલજ’. વિડીયો પોસ્ટ કરીને લેલેએ મરાઠીમાં લખ્યુ કે, કેવી રીતે એક ખુરશી 7000 કિમીની મુસાફરી કરી શકે છે.
યુઝર્સ આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા
યુઝર્સ આ પોસ્ટ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે,જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ભારતીય સ્ક્રેપ મટિરિયલનું બજાર આ ખુરશીની સફર (Chair Travelling) માટે જવાબદાર છે,જ્યારે અન્ય યુઝર્સ મરાઠી હોવાનો ગર્વ કરતા જોવા મળી રહ્યા છે.