Corona in Maharashtra : શું આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર? મહારાષ્ટ્ર માટે ચિંતાજનક સ્થિતિના સંકેત

|

Aug 03, 2021 | 9:22 AM

IIT હૈદરાબાદ અને કાનપુરના મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળના આ સંશોધનમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓક્ટોબરમાં (October) ત્રીજી લહેર ટોચ પર હશે અને કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થશે.

Corona in Maharashtra : શું આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર? મહારાષ્ટ્ર માટે ચિંતાજનક સ્થિતિના સંકેત
Third wave of corona in Maharashtra ?

Follow us on

IIT હૈદરાબાદ (Hyderabad) અને કાનપુરના (Kanpur) મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળના એક સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કેકોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરમાં ટોચ પર હશે. ઉપરાંત કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થશે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળમાં ફરી એક વખત પરિસ્થિતિ ચિંતાજનક બની શકે તેવી સંભાવના છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેર(Third Wave) આ મહિને શરૂ થઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટ મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થશે. રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્રીજી લહેરમાં દરરોજ એક લાખથી વધુ નવા કોરોના કેસ આવવા લાગશે. જ્યારે ત્રીજી લહેરમાં પરિસ્થિતિ (Condition) વધુ ગંભીર બનશે, ત્યારે આ આંકડો વધીને દરરોજ 1.5 લાખ થઈ જશે.

IIT હૈદરાબાદ અને કાનપુરના મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળના આ સંશોધનમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓક્ટોબરમાં (October) ત્રીજી લહેર ટોચ પર હશે અને કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થશે.ઉલ્લેખનીય છે કે,બ્લૂમબર્ગ દ્વારા આપવામાં આવેલા સમાચાર મુજબ વિદ્યાસાગરે એક ઈ-મેલ (E mail)દ્વારા આ માહિતી આપી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મહારાષ્ટ્ર અને કેરળ માટે ચિંતાજનક સ્થિતિના સંકેત

આ રિપોર્ટમાં વિદ્યાસાગરે જણાવ્યું  હતું કે, ફરી એકવાર મહારાષ્ટ્ર અને કેરળમાં સ્થિતિ ચિંતાજનક બની શકે છે. તેમણે આ બે રાજ્યો માટે ‘એલાર્મ બેલ’ (Alram Bell) જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. પરંતુ આ રિપોર્ટમાં રાહતની વાત એ છે કે, કોરોનાની ત્રીજી લહેરને બીજી લહેર કરતા ઓછી જીવલેણ ગણવામાં આવી છે.

આપને જણાવવું રહ્યું કે, આ વર્ષે મે મહિનામાં, IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ પર એક સંશોધન બહાર પાડ્યું. તેમના સંશોધન (Research) અનુસાર તેમણે મે મહિનામાં દર્દીઓની સંખ્યામાં વધારો કરવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે મે મહિનામાં, કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થશે અને જૂન (June) સુધીમાં આ સંખ્યા દરરોજ 20 હજારની નજીક પહોંચવા લાગશે.અને તે જ પ્રમાણે કેસોમાં વધારો જોવા મળ્યો હતો.

મહારાષ્ટ્ર, કેરળ સહિત 10 રાજ્યોએ વધુ સાવચેત રહેવાની જરૂર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,134 કેસ નોંધાયા છે અને 422 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ ભારતના રાજ્યો સહિત 10 રાજ્યોમાં વધારાની સાવચેતી રાખવાની સલાહ આપી છે. આ રાજ્યોમાં કોરોનાના સંક્રમણમાં(Corona)  ઝડપી વધારો થવાને કારણે, તેને રોકવાના ઉપાયો પર કડક રીતે કામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડ્યો વેગ, સંપુર્ણ ઉંચાઈના પ્રથમ સ્તંભનું થયું નિર્માણ

આ પણ વાંચો: Maharashtra: ઝીકા વાયરસનો પહેલો કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મલ્ટી ડીસિપ્લીનરી ટીમ મોકલી, પરિસ્થિતિ પર રખાશે ચાંપતી નજર

Published On - 8:45 am, Tue, 3 August 21

Next Article