Maharashtra: મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં અચાનક હંગામો મચી ગયો હતો. હંગામો મુંબઈની જેપી નોર્થ સોસાયટીમાંથી શરૂ થયો હતો. પોલીસે લોકોને હટાવવા માટે બળપ્રયોગ કર્યો છે. હંગામા બાદ હિન્દુ સંગઠનના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ સોસાયટીના એક વ્યક્તિ બકરાની બલિદાન માટે સોસાયટીમાં બકરા લઈને આવ્યો હતો. જ્યારે સોસાયટીના બાકીના સભ્યો તેના વિરોધમાં હતા. સ્થળ પર અનેક લોકો એકત્ર થયા હતા.
મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરની હાઈ સોસાયટીમાં મંગળવારે બકરાના બલિને લઈને શરૂ થયેલો વિવાદ હજુ અટક્યો નથી. હિન્દુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો અને પોલીસે તેમને સમજાવ્યા બાદ મોહસીન આજે સવારે બિલ્ડિંગમાંથી બકરીને લઈ ગયો હતો. પરંતુ આ પછી તેની પત્નીએ 40 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે.
આ પણ વાંચો: China News: ચીનમાં મુસ્લિમો સાથે અત્યાચાર, ઈદ પર ઘરોમાં પણ નમાઝ પઢવાની છૂટ નથી, રિપોર્ટમાં ખુલાસો
મુસ્લિમ પક્ષના લોકોએ કેટલાક લોકોને બોલાવ્યા, જ્યારે હિન્દુ પક્ષે પણ બજરંગદળના લોકોને બોલાવ્યા હતા. બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને એકબીજાને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ધક્કા મુકી થઈ હતી.
એવો આરોપ છે કે સોસાયટીમાં બલિદાન માટે એક બકરો લાવવામાં આવ્યો હતો. સોસાયટીએ તેને મંજૂરી આપી ન હતી. તેમ છતા 2 બકરા બળજબરીથી લિફ્ટ દ્વારા સોસાયટીમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ રાત્રે 11 વાગે સ્થિતિ તંગ બની હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લોકોને હટાવવા માટે બળપ્રયોગ કર્યો હતો. હિંદુ પક્ષનો આરોપ છે કે મુસ્લિમ પક્ષની વાત સાંભળીને પોલીસે હિંદુ પક્ષ અને બજરંગ દળના લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. હાલ આ વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ બંને પક્ષના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
કેટલાક અસામાજિક તત્વોએ મુંબઈના પનવેલમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. નવા પનવેલમાં એક સોસાયટીના ઘરની બહાર PFI ઝિંદાબાદના મેસેજ અને સૂતળી બોમ્બ મળ્યા હતા. PFI ઝિંદાબાદ અને સુતળી બોમ્બ સાથે લખેલ પત્ર મળ્યા બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના નવા પનવેલની એક સોસાયટીમાં બની હતી. જો કે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:45 pm, Wed, 28 June 23