મહારાષ્ટ્રમાં (Maharashtra) થાણે પોલીસે મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધાયો છે. સમીર પર હોટલ અને બારનું લાઇસન્સ મેળવવામાં કથિત છેતરપિંડીનો આરોપ છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજેશ નાર્વેકરે નવી મુંબઈમાં હોટેલ અને બારનું લાઇસન્સ રદ કર્યું, અને દાવો કર્યો કે તે ખોટી માહિતી આપીને અને છેતરપિંડીથી મેળવ્યું હતું. થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. વિજય કુમાર રાઠોડે જણાવ્યું હતું કે રાજ્ય આબકારી અધિકારીઓની ફરિયાદ બાદ કોપરી પોલીસ સ્ટેશનમાં વાનખેડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે ગયા વર્ષે નવેમ્બરમાં સમીર પર આરોપ લગાવ્યો હતો કે વાનખેડેનો નવી મુંબઈના વાશીમાં પરમિટ રૂમ અને બાર છે, જેનું લાઇસન્સ 1997માં સમીર વાનખેડેના નામે લેવામાં આવ્યું હતું. ત્યારે વાનખેડે સગીર હતો અને તેથી તે ગેરકાયદેસર છે.
મલિકે એમ પણ કહ્યું હતું કે સરકારી સેવામાં હોવા છતાં, વાનખેડે પાસે પરમિટ રૂમ ચલાવવાનું લાઇસન્સ છે, જે સેવા નિયમોની વિરુદ્ધ છે. ત્યારે વાનખેડેએ મંત્રીના દાવાઓને ફગાવી દીધા હતા. બાદમાં રાજ્યના આબકારી વિભાગે વાનખેડેને બારના લાયસન્સ અંગે નોટિસ પાઠવી હતી.અગાઉ એક અધિકારીએ જણાવ્યું હતું કે વાનખેડેના નોટિસના જવાબ અને મામલાની તપાસ બાદ કલેક્ટર એવા નિષ્કર્ષ પર આવ્યા કે વાનખેડેએ 27 લાઇસન્સ મેળવ્યા હતા. ઑક્ટોબર 1997 ના રોજ, જ્યારે તે 21 વર્ષની માન્ય ઉંમરને બદલે 18 વર્ષથી ઓછી ઉંમરના હતા ત્યારે આ લાઇસન્સ મેળવ્યા હતા .
સમીરે બોમ્બે હાઈકોર્ટમાં થાણે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી છે. આ સાથે વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં બીજી અરજી દાખલ કરીને થાણે કલેક્ટર દ્વારા રદ્દ કરાયેલ બાર લાયસન્સ પુનઃસ્થાપિત કરવા માંગ કરી છે. આ મામલે આવતીકાલે સુનાવણી થશે. આ દરમિયાન થાણે પોલીસે વાનખેડેને પણ સમન્સ પાઠવ્યું છે. તેણે 23 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનમાં સંબંધિત દસ્તાવેજો સાથે પોતાનું નિવેદન નોંધવાનું રહેશે.
આ પણ વાંચો :Cashew Benefits : ડાયાબિટીસના દર્દીઓને વજન ઘટાડવા મદદ કરશે આ સૂકો મેવો
આ પણ વાંચો :Fruit Chat : ફાસ્ટ ફૂડની જગ્યાએ ખાઓ ફ્રૂટ ચાટ, શરીરને આપશે ભરપૂર પોષણ