Parambir Singh Case: થાણેની એક કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ રદ કર્યું છે. પરમબીર સિંહ હાજર થતા તેમની સામેનું બિનજામીનપાત્ર વોરંટ રદ (Non-bailable warrant) કરવામાં આવ્યું છે. કોર્ટે વોરંટ રદ કરતાં પરમબીર સિંહને કોર્ટે થાણે પોલીસને (Thane Police) તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે પરમબીર સિંહને 15,000 રૂપિયાના અંગત બોન્ડ ભરવા માટે પણ કહ્યું છે.
તમને જણાવી દઈએ કે કોર્ટે પરમબીર સિંહને પર્સનલ બોન્ડ ફાઈલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. બિનજામીનપાત્ર વોરંટ રદ થયા બાદ પરમબીર થાણે નગર પોલીસ સ્ટેશન (Thane Police Station) જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ કમિશનરે નીચલી અદાલતમાં તેમની સામેના બિન જામીનપાત્ર વોરંટને રદ કરવા અને તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવા માગણી કરી હતી.
થાણે કાર્ટે આ મામલાની સુનાવણી કરતા પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ કરી દીધું છે. તેમજ ભૂતપૂર્વ કમિશનરે થાણે કોર્ટમાં 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ (Personal Bond) ભરવાના રહેશે. પરમબીર સિંહ લાંબા સમયથી ગુમ હતા, જેથી કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યા હતા.
A Thane court cancelled the non-bailable warrant against former Mumbai Police Commissioner Param Bir Singh after he appeared before them. While cancelling it, Court directed him to cooperate with Thane Police in investigation. He was asked to furnish a personal bond of Rs 15,000. pic.twitter.com/wjdFVXPbiN
— ANI (@ANI) November 26, 2021
લાંબા સમય બાદ બુધવારે પોતાનું મૌન તોડતા મુંબઈના પૂર્વ કમિશનરે કહ્યું કે તેઓ ચંડીગઢમાં છે. ઉપરાંત તેણે ટૂંક સમયમાં તેની સામેના કેસોની તપાસમાં પણ સામેલ થવા જણાવ્યુ હતુ. જે બાદ તેઓ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં પરમબીર સિંહ ખંડણીના એક કેસમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા અને ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો : 26/11 Mumbai Attack : જાબાઝ સૈનિક ! ભારતીય સેના સાથે આ અમેરિકન સૈનિકે 157 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા
આ પણ વાંચો : Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર